SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) પ્રભુના આગમનને મહિમા તથા માતાને આનંદ - અવધિનાણે અવધિના ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિબલા, ધર્મઉદય પ્રભાત સુંદર, માતા પણ આનંદીયા, જાગતિ ધર્મ વિધાન, જાતી જગતિલક સમે, હશે પુત્ર પ્રધાન પર માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથીને જોયો. ઘણી માતાઓએ પહેલા વનમાં હાથીને જોયો છે તેથી વનના ક્રમમાં પ્રથમ હાથીને રાખવામાં આવ્યો છે. ચૌદ મહાસ્વપ્નને જોઈ જાગેલા પ્રભુની માતા અતિશય કમળ, કિંમતી અને મને હર પલંગમાંથી ઉઠે છે, અને પોતાના પતિના શયનગૃહમાં જાય છે. પતિની સામે જઈ વિનયપૂર્વક બે હાથે મસ્તકે લગાડી પોતે જોયેલા ચૌદ મહાસ્વપ્નને કહી સંભળાવે છે. પતિવ્રતા નારી વિય મર્યાદાને જીવનમાં જરાપણ ચૂકનારી હોતી નથી. શીલની માફક વિનયને પણ જીવનને શણગાર માને છે, અને સંસારીપણામાં પતિની દેવવત સેવા બજાવે છે. આજના જડવાદના યુગમાં અનાર્ય દેશનું અંધ અનુકરણ અને કુસંસ્કૃત્તિઓનું શિક્ષણ વાયુવેગે પ્રસરી રહયું છે, આર્યદેશની ઉમદા મર્યાદાઓ તૂટતી જાય છે. સ્ત્રીઓ માટે સમાનતાવાદ તથા સ્વતંત્રવાદના વાયરા ફૂંકાઈ રહયા છે પતિવ્રતાપણુના પ્રાણજીવનદેદમાંથી ઉડવા માંડયા છે, ત્યારે અહીંયા આપણને એ જોવા મળે છે કે રાજશાહીના ઠાઠમાં પણ પ્રભુની માતા પિતાના પતિ પ્રત્યે કે અજબ વિનય ! હવે અહીં સિદ્ધાર્થ રાજા તે વનને બરાબર સાંભળે છે. અને તેના પર સૂમ વિચારણ કરે છે. સ્વપ્નશાસ્ત્રોમાં આવતા સ્વપ્નના ફળની જાણકારી અનુસાર સ્વપ્નના અર્થને કહી બતાવે છે, સ્વપ્નના મુખ્ય ફળ તરીકે કહે છે કે પુત્ર રત્નને જન્મ થશે, એ તીર્થકર થશે અને સ્વર્ગ લેક નિર્ણાક અને પાતાળલેક, એમ ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy