________________
(૨૨)
તરીકે શાસ્ત્રોમાં કહેલું છે. સમ્યકત્વ એટલે અરિહંત દેએ ભાખેલા જીવાદિ નવ તો પરની અથાગ ચિ, અને સંપૂર્ણ વિશ્વાસ તણેય સત્ત રિક્ષ કિર્દિ ઘર્મ | જે જિનેવદેવે ભાખ્યું તે જ સાચું અને નિઃશંક છે એવી આત્માની શ્રદ્ધાભરી લાગણી. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવ સમ્યકત્વ પામ્યા બાદ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે આવી જાય છે. સમ્યકત્વ એ આત્માને મૌલિક ગુણ છે. સમ્યકત્વને પામી ચૂકેલે આત્મા ક્રમશઃ ગુણવિકાસના સોપાન ઉપર પગલાં મૂકે છે. તીર્થંકર થવાના પૂર્વેના ત્રીજા ભવે અરિહંત પરમાત્મા પ્રાય: ચારિત્ર સ્વીકારી અવશ્ય વીશ સ્થાનમાંના કેઈપણ પદની અથવા વીશે પદની આરાધના કરે છે. તીર્થકર દેવનો આત્મા અનાદિકાળથી વિશિષ્ટ યોગ્ય તાને વરેલે અને ગંભીરતા, પરોપકાર-વ્યસનીપણું વિગેરે ગુણોથી વિરાજમાન હોય છે. એમને અરિહંતાદિવીશ સ્થાનની આરાધના કરતાં કરતાં અપૂર વીલ્લાસ પ્રગટે છે. કર્મના જુલમથી અતિશય ત્રાસ પામી રહેલા જગતને નિહાળી હૈયું હચમચી ઉઠે છે. અને એમાં ભાવ દયાને અખલિત પ્રવાહ શરૂ થાય છે. લખી દીન, ફૂલો, પાંગળાં દિગેરેને જોવાથી જે આત્મામાં કુમળો પરિણામ જાગે છે અને તેના તે તે દુઃખને દૂર કરવાની ભાવના જાગે છે તે દ્રશ્ય દયા છે. કમની ભઠ્ઠીમાં શેકાતા ચાર કક્ષાની ચંડાળ ચેકડીથી બળતા, ચોરાશીના ચાવામાં અથડાતા, નિજનું સ્વરૂપ અને ગુણોની ઓળખાણ તથા પ્રાપ્તિ તરફ બેદરકાર બની પિતાના જ ગુણોને લૂંટનારા મહાદિ આંતર શત્રુઓની સાથે ગાઢ મિત્રાચારી કરતા દુનિયાના જીવોની અતિખદ દુર્દશાને જોઈ તેમાંથી બચાવી લેવાની અને આત્મકલ્યાણના માર્ગે ચડાવી દેવાની કરૂણામય લાગણું તે ભાવદયા. પ્રભુને સંસારમાં ભટકતા પ્રત્યેક પ્રાણને ઉદ્ધાર કરવાની અને શાસનના રસીયા બનાવવાની તીવ્ર કામના જાગે છે તેથી પરમાત્માનું ભવદયાનું ક્ષેત્ર અતિશય વિશાળ અને ઉન્નત બની જાય છે. જગતમાં કી તીકાદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com