________________
[૫] અને સાહિબી પામનારા તિર્થંકર દે છે. તેમના જન્મ સમયે સાતે નકે વધતા ઓછા અંજવાળા થાય છે, ત્યારે મહાત્મા જેવાના જન્મ વખતે સુગળ, સુવૃષ્ટી, સંપ અને પરોપકારની બુદ્ધિ વિગેરે કંઈકને કંઈક પ્રગટી નીકળેજ છે. પરંતુ જન્મનાર સામાન્ય ઘેર હોવાથી જનસમૂહ તે સમયની પિછાન કરતા નથી. અવલબાઈ માતાની કુક્ષિથી આ ચારિત્રનાયકને
જન્મ ચૈત્ર શુદિ ૨. મનફરા ગામમાં આજ દિવસ સોનેરી પ્રકાશથી ચળકતા હતા. અને તે દિવસે જનસમુદાય સુખાકારી અને બ્રાતૃભાવથી આનંદમાં કલ્લોલ કરતો હતો, શાહ ઉકાઇ પિતા અને માતા અવલબાઇના રોમેરોમ આ ત્રીજા પુત્રને જન્મ થતાં સુભાવના પ્રગટી નીકળી અને કંઈક સંતાપ હશે તે સર્વ નષ્ટ થયે. માતા પિતાએ જાણ્યું કે જીવ પુણ્યવંત અને ઉત્તમ છે. કાઠિયાદિકને જીતનાર મલ્લ જે રૂષ્ટ પુષ્ટ છે, માટે તેનું નામ જેમલ (જયમલ) પાડયું. આ જયમલ તે કચ્છ-વાગડના જૈન સંઘને ઉગતે સૂર્ય !
જયમલને નિશાળે ભણવા બેસાડવું.
અનુક્રમે ત્રણ વર્ષને થયે, હસમુખ ચેહેરે, શરીરનો બાંધો મજબૂત, રમતિયાળ ચેનચાળા કરનાર તથા કાલુ કાલુ બોલવાથી માતપિતા લાડ લડાવતા પાડોશી
વર્ગ પણ રમાડવાના કારણે તેડતા અને ફેરવતા. બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com