________________
[૪૮] વિના સારી થઈ. એમ ૧૮ મું ચોમાસુ જામનગર સંવત ૧૯૭૮ નું થયું.
શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રા. જામનગરથી વિચરતા વિચરતા પાલીતાણામાં પહોંચ્યા. અને ભાવવૃદ્ધિ થવાથી તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની નવાણું યાત્રા કરી. બાદ ટાણું ગામના સંઘની વિનંતીથી ટાણું પધાર્યા, અને ત્યાં ચોમાસુ રહ્યા. તેમાં સારી તપસ્યા,
સ્વામિવાત્સલ્ય, પૂજા, પ્રભાવના વિગેરે કાર્યો થયા. એમ ૧૯ મું ચોમાસુ ટાણામાં સં. ૧૯૭૯ નું થયું. હવે ટાણાથી વિહાર કરીને પાલીતાણે આવી દાદાજી આદિશ્વર ભગવામનને ભેટી થોડા જ દિવસમાં વિહાર કર્યો અનુક્રમે માંડપળમાં આવ્યા, ને ત્યાં સ્થિરતા કરી. ચોમાસામાં વ્રત, તપ, પૂજા, પ્રભાવના સારા થયા. એમ ૨૦ માસુ માંડળ સં. ૧૯૮૦ નું થયું. : ટાકરવાડાને સંઘ ધર્મ દ્ધ થયો.
દિક્ષા મહોત્સવ. માંડળથી વિહાર કરીને મુનિરાજે ટાકરવાડા ગામે પધાર્યા. ત્યાં ફક્ત વીશ બાવીશ જૈનઘરની વસ્તીમાં ધર્મને રાગ સારો હતો. પરંતુ પાછળથી શિથિલ થતો ગયે, તેમાં આ મહાત્મા મુનિઓનું આગમન થવાથી ચોમાસાની વિનંતી કરી, ચોમાસુ રહ્યા. ત૫મહિનાનું વર્ણન વિશેષ હતું. તેથી પર્વાધિરાજ ઉપર મોટી તપસ્યા અઠ્ઠાઈ ઉપરાંતની ૩૬ થઈ. દહેરાં વિગેરેના ખાતામાં રૂા. ૧૫૦૦) દોઢ હજારની
ઉપજ થઈ, અહિને સંઘ આ મુનિવર શ્રી બુદ્ધિવિજયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com