________________
( ૨૪] પ્રકરણ ૭ મું.
મહા મુનિવર જિતવિજયજીને ચાલ વિહાર
વિહારથી થતે લાભ. વિહારમાં વયેવૃદ્ધ ગુરૂ પદ્મવિજયજીને માટે આધાર હતા. પરંતુ ભાવિ આગળ કોઈનું ચાલતું જ નથી. હવે બાળબ્રહ્મચારી જિતવિજયજી મહારાજ પિતાના શિષ્ય પરિવારને વાગડમાંથી લઈ ગ્રામાનુગ્રામ વિચરતા અનુર્કમે વઢીયાર દેશે શ્રી રાધનપુરમાં પધાર્યા. સંઘે સામૈયું કરી પુરપ્રવેશ કરાવ્યા. હમેશા વ્યાખ્યાનવાણીમાં ઝીલાતા સંઘે ગુરૂને ચોમાસુ રહેવાની વિનંતિ કરી. તે સ્વીકારી આ ૧૪ ચિાદમું ચોમાસુ રાધનપુરમાં સં. ૧૯૩૯ નું થયુ. ચેમાસામાં વિવિધ પ્રકારના તપની તપસ્યા સંઘમાં ઉત્સાહ પૂર્વક થઈ. અને ત્યાંના વત્નિ ધર્માનુરાગી ઉત્તમ વહેરાને તથા તેમના ધર્મપત્નિને “ચતુર્થવ્રત ગ્રહણ કરાવ્યું. બાદ માસુ પૂર્ણ કરીને શ્રીમાન જિતવિજયજી સપરિવારે વિહાર કરીને અમદાવાદ પધાર્યા. તે ચોમાસુ ૧૫ પંદરમું અમદાવાદનું થયું. સં. ૧૯૪૦ ચોમાસુ ઉતર્યો
શ્રી કેસરિયાજી સંઘમાં જવાને વિનંતિ.
મેહમદાવાદને સંઘ કેશરિયાજી યાત્રાર્થે જતો હતો. સંઘને ખબર મળ્યાથી ગુરૂને વિનંતિ કરી સાથે લીધા. નિર્વિદને સંઘ સાથે શ્રી કેશરિયા દાદા આદિશ્વર ભગવાનને
ભેટયા બાદ ગુરૂશ્રી જિતવિજયજી ત્યાંથી મેવાડમાં વિચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com