________________
[૨૨] અને સં. ૧૯૩૮ ના એમ ચાર ચોમાસા ઉપરાઉપરી કર્યા. તેમાં દિક્ષા, ચેથા વ્રત, બારવ્રત, અને નાના પ્રકારના પચરંગી તપ તથા મહોત્સવ અને સ્વામીવત્સલ વડે જિનશાસનને અધિક દિપાવ્યું. જેથી વાગડદેશને જૈનસંઘ, પલાસવાના જૈનોની પુણ્યદશાની પૂર્ણ પ્રસંશા કરવા લાગ્યું.
શા ચંદુરા હરદાસ, શા જોઈતાલાલ કોઠારી, અંદરબાઈ, અને ગંગાબાઈ એમ ચાર જણને મોટા ઠાઠવાળા મહત્સવ પૂર્વક દિક્ષા આપી. અને અનુક્રમે “હીરવિજયજી
જીવવિજયજી” બાળબ્રહ્મચારી “આણંદશ્રીજી” અને બાળ બ્રહ્મચારી “જ્ઞાનશ્રીજી’ એમ નામ રાખ્યાં.
વિશેષાનંદ તે એ છે કે પલાસવાના સંઘમાં કેટલાક વખતથી કલેશ પિઠે હતે. તે જિતવિજયજી મહારાજાએ બંને પક્ષની કબૂલાત લઈને ઝટવારમાં દૂર કર્યો. આ બુદ્ધિ ગુણ મહારાજશ્રીમાં જઈને આખા ગામમાં મહારાજ સાહેબની બુદ્ધિના વખાણ થવા લાગ્યાં. મહોત્સવ પ્રસંગે દશ હજાર યાત્રુ બહારગામથી આવ્યું હતું. તેમાં પલાસવા સંઘે એકંદર ૮૦ હજાર એંશી હજાર કરીને વ્યય કર્યો હતું. આ ટાંકણે ગામના દરબાર શ્રી રાણુ પુંજાજી વાઘેલાએ પિતાના તરફથી પણ ગ્ય મદદ કરી હતી. આવા ગુરૂઓ ધમને નિષ્ફટકપણે મહિમા વધારે છે. !! શોક જનક ઘટના જય જય નંદા જય જય ભદૃા. શ્રીમાન્ ગુરૂ પદ્યવિજયજીનું સ્વર્ગગમન.
સં. ૧૯૩૮ નું ફાગણ ચોમાસુ સુખરૂપ કર્યા બાદ ગુરૂવરની તબિયત બગડવા માંડી. સંઘે ઔષધોપચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com