________________
દીધું છે, તે ખુલ્લી શાસ્ત્રોત્થાપતા છેવળી પહેલી વ્યાખ્યામાં હિંસા
અસત્ય-ચોરી-પાંચે ઈદ્રિયોના વિષયસુખને ભોગવટો અને પરિગ્રહ” - એ પાંચને જ મેટાં પાપ કહ્યાં છે; જ્યારે અહિં અઢારની સંખ્યામાં
પ્રસિદ્ધ પાપોની સંખ્યા સોળ બનાવી દઈને તે મેળે ય પાપને મહાપાપો કહ્યાં છે! આચાર્યશ્રીની ઘડીભર કાંઈ અને ઘડી પછી કાંઈ બલવાની આવી ફેંકાફેંક, શાસ્ત્રના વ્યવસ્થિત બેધના અભાવનું પ્રતીક છે. સાત લાખ’ સૂત્ર ભણેલ જૈનનું બાળક પણ સમજે છે કે-પાપસ્થાનકે ૧૬ નથી, પરંતુ ૧૮ છે, છતાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી,
અહિં તે ૧૮ પાપસ્થાનકમાંના ચેથા મૈથુન' અને પંદરમા રતિ- અરતિ’ પાપસ્થાનકને પાપસ્થાનકની ગણત્રીમાંથી જ બાકાત કરે છે, તેથી કોઈને પણ શંકા થાય કે તેઓ મિથુન અને રતિ અરતિમાં પાપ નહિ જ માનતા હોય ? આવી તે પિતાને પણ અનર્થકારી સૂત્રપ્રરૂપણ છે માટે તે પણ સુધારીને જાહેર થવી જોઈએ. બીજી વાત એ છે કે- હિંસા અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ ' એ પાંચ તે મોટાં પાપ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ તે પછીના ક્રોધ, માન, માયા, લેભ રાગ દ્વેષ' વગેરે પણ તેવાં મેટાં પાપ હોવાનું જૈનાચાર્યશ્રીએ કહેલ છે, તે કયા શાસ્ત્રના આધારે કહેલ છે? તે પણ સ્થલસહિત જાહેર થવું ઘટે છે.
નં. ૧૩-તે પેરા પછીના “સાચું જીવન કયારે છવાય?' શિર્ષકવાળા ત્રીજા પેરામાં જૈનાચાર્યશ્રી, એમ કહે છે કે- જે પાંચે પાપને ત્યાગ થાય અને એ પાપને અનુમોદના ન આપે તે સાચું જીવન છવાય” જ્યારે તા. ૧૦-૯-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના પેરા ૬ માં તેઓશ્રી વળી એમ કહે છે કે આ સંસારમાં રહેવાની વૃત્તિ હોય અને પ્રભુચરણે ચિત્ત હોય તે મેક્ષની ઈચ્છા ન હોય તેય મળી જાય!” જૈનાચાર્યશ્રીનું આ કેવું વકતવ્યાધાતપૂર્ણ વક્તવ્ય ગણાય? એકવાર કહે છે કે- પાંચે પાપને તેને અનુમોદન પણ ન
આપે તેવો ત્યાગ થાય તે સાચું જીવન અપ્રમત્ત મુનિનું જીવન જીવાય' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com