________________
' ૫૯ રાજાએ ક૭પતિ ભીમસીંહને જીત્યા હતા, તેની રાજ્યધાની ભદ્રેસર હતી. કચ્છમાં લાખો ફૂલાણું વગેરે ઈતિહાસ પ્રસિદ્ધ ઘણું પુરૂ થયા છે. ૪૩ માંડવી બંદર,
માંડવી એ કચ્છમાં મુખ્ય બંદર છે અને શહેર પણ સારૂં છે. બંદર ઉપર શ્રી ધર્મનાથજીનું દેરાસર આવેલું છે. તેમજ અહીંયાં શીતલનાથજી પાર્શ્વનાથનું તથા શાંતિનાથજીનું મળીને એમ કુલ ચાર દેરાસર આવેલાં છે. ૪૪ ભેડડા.
દેરાસર ગેડી પાર્શ્વનાથજીનું જાત્રા કરવા લાયક છે. ૪૫ સુથરી.
ઘુતકલેલ પાર્શ્વનાથની પ્રતિમા ઉદેશી શાહને અહીંયાંથી મળી હતી. જેથી ધ્રુતકલેલ પાર્શ્વનાથનું દેરાસર પણ અહીંયાં જ આવેલું છે. વિશેષ હકીકત માટે જુઓ વૃતકલ્લોલ પાર્શ્વનાથ ! હાલમાં અહીં ત્રણ ચાર દેરાસર છે. કચ્છમાં આ મોટું તીર્થસ્થળ ગણાય છે.
૪૬ રાપર.
આ શહેર કચ્છ દેશમાં આવેલું છે, દેરાસર એક શીખર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com