________________
નવી બનાવવાની હોવાથી ભગવાનને બીજી જગાએ પધરાવવામાં આવ્યા ને ડાબી બાજુના કાઉસગ્ગીયા ડાબી બાજુએ બેસાડવાને બદલે જમણુ બાજુએ બેસાડ્યા, જેથી જમણું કાઉસગ્ગીયા ઉપડયા નહી. પછી ફરીથી જમણું તરફથી કાઉસગ્ગીયા ડાબી બાજુએ બેસાડયા, ત્યારે જમણા કાઉસગ્ગીયા ઉપાડી તેમને જમણુ બાજુએ પધરાવ્યા.
એક માણસે પોતાનું કામ થાય તે પાંચ શ્રીફલ ચડાવવાની માનતા માનીતી. કામ થયા પછી જ્યારે પાંચ નારીચેલ ચડાવવા આવ્યા, તેવારે ત્યાં રહેલા શ્રાવકોએ કહ્યું “માતા મહાદેવનું મંદિર નથી કે શ્રીફલ વધેરાય? પણ એમને એમ મૂક?” પછી તેણે પાંચ શ્રીફલ મૂક્યાં પણ તેને શંકા થઈ કે “મેં તે વધેરવાની બાધા રાખી હતી, જેથી મારી બાધા પૂરી થશે કે કેમ?” આવી તેના મનમાં શંકા થતાં ઘણું માણસની હાજરીમાં શ્રીફલ આપોઆપ વધેરાઈ ગયાં, જેથી બાધાવાલો રાજી થતે પોતાને ઘેર ગયે.
ઘણું વખતે દેરાસર મંગલીક કીધા પછી રાતના આરતી ઉતરતી હાય, કેઈ ગીત વાદિત્ર વગાડતું હોય તેવા બનાવે બને છે.
ગામના ઠાકર તથા લેકવતી અધી જેન જેવી છે, દરેક લોક ભગવાનને માને છે. મહા સુદી ૧૦ ની વરસગાંઠ હોવાથી હજારે માણસોને મોટો મેળો ભરાય છે. તે વખતે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી સ્વામીવાત્સલ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com