________________
સ્વ૦ બહેન રતનબાઈ સ્મારક માલા નં. ૫
નિવેદન.
શ્રી કચ્છ આસંબી નિવાસી શેઠ કરસીભાઈ વીજલાલભાઈ કે જેમને રંગુનમાં બહોળો વેપાર છે જેઓ ચોખાના એક મોટા અને પ્રમાણીક પ્રતિષ્ઠીત દલાલ છે. જેમણે રંગુનમાં એક પ્રમાણુક વેપારી તરીકે સારી નામના મેળવી છે રંગુન જેવા દુર પ્રદેશમાં જેઓ પોતાનું અને આખા કુટુંબનું જીવન કેટલું ધર્મમય ઉચ્ચ વિચારશીલ અને સુશિક્ષત કરી શક્યા છે. તે ચાલુ સાલના માગશર માસમાં તેમના પ-૭ દીવસના પરિચયથી જાણી મારા હૃદયને ઘણો આનંદ થયો છે.
વધુ આનંદ અને પ્રેમ ભાવ તે તેજ થાય છે કે તેમનાં સુપુત્રી પાનબાઈને ધાર્મીક અભ્યાસ અને નૈતિક જ્ઞાન ઉચ્ચ વિચાર સાથે તેઓ તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી રતનબાઇ કે જેમની સ્મારકમાળા તરીકે–આ પુસ્તક મેં પ્રગટ કર્યું છે તેમના સદગુણ અને સરળતાનો સંપૂર્ણ વારસો પાન બાઈને મળે છે. તેમના પરિચયમાં આવેલ જૈન કે જૈનેતર કોઈ પણ વ્યકિત તેમના જ્ઞાન અને ચારિત્રથી વિસ્મય થાય છે. આવા ચારિત્રવાન સ્ત્રી રત્નને અલ્પ સમાગમ પણ બીજી બહેનને ઘણો લાભ દાઈ છે. આવા તેમના સદગુણોને અંગે એક ધર્મ બંધુ તરીકે આ પુસ્તક તેમને પ્રેમભાવે અર્પણ કરતાં મને ઘણો આનંદ થાય છે.
લી. અચરતલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com