________________
૧૪૬ છે. નદી ઉતરી એક માઈલ દૂર એક દેરાસર છે, જેમાં તેમનાથની મુળનાયક તરીકે કસોટીના પત્થરની નાની પ્રતિમા છે.
અહીંથી ચાર ગાઉ દૂર મુશદાબાદ (હજારી બાગ) છે. ક્યાં છેલ્લા નવાબ સિરાજુદાણાને મહેલ અને બગીચે છે.
અહીંથી કલકત્તા જવાના બે રસ્તા છે, ઇસ્ટ ઇન્ડિયા રેલવેમાં નલહટ્ટી થઈ હાવરા જવું પડે છે અને બેંગાળ નાગપુર રેલવેમાં જીયાગંજથી જવું પડે છે. ૧૭૪ કલકત્તા.
કલકત્તામાં સીયાલડા અને હાવરા બે સ્ટેશન આવેલાં છે. અહીંયાં ચાર શિખરબંધી અને છ ઘરદેરાસર મળી કુલ દશ દેરાસર છે. તેમાં રાયબલિદાસજી બાબુના બગિચામાં દેરાસર તદ્દન કાચનું બનાવેલું છે. કાનપુરના કરતાં ઘણું મોટું અને કારીગરીમાં પણ ચઢે તેવું આ દેરાસર, જેને જેટે આખા હિંદુસ્તાનમાં ભાગ્યે જ હશે, તેમજ બીજાં પણ દેરાસર દર્શન કરવા લાયક છે. કલકત્તા શહેર મોટું અને વેપારનું પણ મથક ગણાય છે, સ્ટેશનથી બે માઈલ દૂર બદ્રિદાસજીને બગીચે આવેલો છે. ૧૭૫ ભદ્રાવતી.
વર્ધાથી ટ્રેન બદલવી પડે છે, ત્યાંથી ભાંક સ્ટેશન ઉતરીને એક મેલ દૂર થાય છે ત્યાં લાંક ગામ છે, તે સ્થળે પૂર્વે ભદ્રાવતી નગરી હતી. અહીં શ્રી કેશરીયા પાર્શ્વનાથનું તીર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com