SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૭ ૧૫૮ ચંદ્રાવતી. સિંહપુરીથી ચાર ગાઉ અને બનારસથી સાત ગાઉ થાય છે. શ્રીમતી ગંગાજીના તટ ઉપર આ તીર્થ ચંદ્રપ્રભુના ઉદ્યાનમાં આવેલું છે. આઠમા ચંદ્રપ્રભુ સ્વામીનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક અહિયાં થયાં છે. પંડિત ભાગ્યવિજયે આ તીર્થને ચંદ્રમાધવ નામ આપ્યું છે. દેરાસરમાં મૂળનાયકજી શાંતિનાથજી છે. અને ચંદ્રપ્રભુનાં પગલાં છે. એક સુંદર વાવ છે. તેમજ ત્યાં ધર્મશાળા પણ છે. ૧૫૯ પ્રયાગ (અલહાબાદ). મોગલસરાયથી મીરજાપુર થઈને રેલવે અલ્હાબાદ જાય છે. જેનું અપર નામ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાય છે. શાસ્ત્રમાં તેને પુરિમતાલ તરીકે ઓળખાવેલ છે. પંડિત હંસસોમે અહિયાં અક્ષય વડની નીચે જીનેશ્વરનાં પગલાંની યાત્રા કરવાનું જણાવ્યું છે. કેટલાક કવિઓએ પગલાંની સ્થાપનામાં શિવલિંગ જોયું છે. અહિં જિન પાદુકાની સ્થાપનામાં શિવલિગની સ્થાપના કેણે કરી અને ક્યારે થઈ તે સંબંધમાં પં વિજયસાગર જણાવે છે કે, “સંવત ૧૬૪૮ માં જેને શ્રેષી રાયકલ્યાણ જે લાડવા હતો, તેણે પગલાને ઠેકાણે શિવલિંગ સ્થાપન કરેલું હતું. આ શિવલિંગને પાછળથી શહેનશાહ ઔરંગજેબે નાશ કર્યો હતો. આ વાતને પં સભા ચવિજય પણ ટેકો આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy