________________
૧૨૨
પ્રથમ જીનેશ્વર શ્રી રૂષભદેવ પ્રભુની રાધાની ગણાતી ત્યારે તેનું વિનિતા એવું નામ દેવેંદ્ર આપ્યું હતું. કારણ કે રાજ્યાભિષેક વખતે યુગલીયાઓને જલાભિષેકને વિનય જોઈને તેમણે આ નગરીનું વિનિતા એવું નામ આપ્યું હતું. અહીંયાં રૂષભદેવ ભગવાનનાં ત્રણ કલ્યાણક યવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા અજીતનાથ, ચોથા અભિનંદન, પાંચમા સુમતિનાથ અને ચદમા અનંતનાથ એમ ચાર ભગવાનનાં પ્રત્યેકનાં ચાર ચાર મલીને સોળ કલ્યાણક અને ત્રણ પહેલાંનાં એકંદરે ઓગણુશ કલ્યાણક થયેલાં છે.
આઠમા વિષ્ણુ મહાભૂરજ નારાયણ (લક્ષ્મણ) અને રામચંદ્રજી બળદેવ અહીંયા જ ઉત્પન્ન થયા હતા. વૈષ્ણનાં પણ લગભગ નાનાં મોટાં મળી સાડાચાર હજાર મંદિર છે.
સુંદર સરયુ નદીના કાંઠા ઉપર અયોધ્યા આવેલું છે. પૂર્વની વિનિતા અને આજનું અધ્યા એમાં કેટલુંય પરિવર્તન થઈ ગયું છે. કંઇવાર તેમાં ભાંગફોડ પણ થઈ ગઈ હશે.
સ્ટેશનથી શહેર એક કેશ દૂર છે. ત્યાં કતરા મહેલ્લામાં દેરાસર તથા ધર્મશાળા છે, સ્ટેશન ઉપર પણ ધર્મશાળા છે.
અયોધ્યા, અવધ્યા, કેશલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપુરી અને ઉત્તરકોશલા એ આઠ નામ અયોધ્યાનાં છે, આજે જેને સ્વર્ગ દ્વારા કહેવામાં આવે છે. ત્યાં પૂર્વે મરૂદેવીમાતાનું નિર્વાણ થયેલું એમ કહેવાય છે. નગરમાં હાલ મહાવીરસ્વામીની મૂર્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com