SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ગઢની હાલની મૂર્તિ ધાતુમય છે. તે અકબર બાદશાહના પ્રધાન ટેડરમલે ભરાવી છે. માલવામાં માંડવગઢ તીર્થની જાહોજલાલી પ્રથમ સારી ગણાતી. ટેડરમલે સં. ૧૫૪૭ માં મૂર્તિ ભરાવેલી, આ મૂર્તિની બાજુએ બન્ને તરફ પાર્શ્વનાથની મૂર્તિઓ છે. સંવતની તેરમી અને ચાદમી સદીમાં માંડવગઢ રાજ્યધાની તરીકે અને માલવાની લાવણ્યતાનું અપૂર્વ કેન્દ્રસ્થાન ગણાતું હતું. ત્યાં એક લાખ લાખોપતિ રહેતા હતા. તેમજ સાડા સાતમેં જૈન મંદિરે હતા. સાતમેં મહાદેવનાં દેવાલય હતાં. શહેરનો વિસ્તાર લગભગ બાર કેશમાં ફેલાયેલ હતા, અહીંયો કેઈ ગરીબ શ્રાવક આવતું ત્યારે તેને એક લાખ લખપતિઓ એકેક રૂપૈયા આપતા અને એક ઈટ આપતા, જેથી આવનાર પણ લખપતિ થતો અને છેટેથી હવેલી બનાવી તે પણ શાહુકાર બની જતે. ભેંસાસાહ, પેથડકુમાર તેમજ ઝાંઝણકુમાર માંડવગઢમાં મહા સમર્થ દાનવીર થયા છે. હાલમાં તે ગામ ઉજજડ થઈ ગયું છે. ત્યાં એક વૈષ્ણવમં. દિર ને એક મહાદેવનું મંદિર છે. બીજી મજીદ તેમજ રાજમહેલે ખંડેર હાલતમાં હવા ખાય છે. આ શહેરને મંડપદુર્ગ પણ કહે છે. ૧૨૮ કંટાળી. પાશ્વનાથના ૧૦૮ તીર્થસ્થાનોમાં કંટાળી પણ એક છે, દેરાસર પાશ્વનાથનું હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy