________________
૧૦૧
પાવનાથજીનું, સંભવનાથજીનું, વગરે ત્રણ દેરાસરો આવેલાં છે. અજમેરની આજુબાજુ પહાડ આવેલો છે. સ્ટેશન પાસે ધર્મશાળા છે. અહીયાં વૈષ્ણનું પુષ્કર નામનું તીર્થ છે. પ્રાચિન સમયમાં અજમેર મહેર લોકોએ વસાવેલું જણાય છે. ત્યાર પછી અનુક્રમે તે ચૈહાણુ લોકોની રાજ્યધાની થઈ. શાહબુદિન ઘેરીએ ગિજનીથી આવીને પૃથ્વીરાજ પાસેથી દીલ્હી અને અજમેર જીતી લીધાં. અજમેરનું બીજુ નામ “સાંભર” પણ ઈતિહાસમાં જોવાય છે.
૧૧૨ ઉદયપુર,
આ શહેર હાલમાં એવાડની રાજ્યધાની તરીકે ગણાય છે. મહાત્ પ્રતાપસિંહના પિતા ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું છે. હાલમાં ત્યાં ઘણું દેરાસરો છે. અહીંથી કેશરીયાજી પગ રસ્તે જવાય છે. ઉદયપુરમાં હાથી દરવાજે પારસનાથનું દેરાસર ચમત્કારીક છે, અહીયાં મોટું તલાવ છે. તલાવને કીલે અને ઉદયપુરથી ૫ થી ૬ ગાઉ પહાડ ઉપરને કીલ્લો જેવા લાયક છે. શહેરની ચારે તરફ મેટા પહાડે આવેલા હોવાથી કીલ્લાની માફક ઉદયપુરનું રક્ષણ સારૂં થઈ શકે છે. અહીયાં ૩૬ દેરાસરે છે. કેટલાક દેરાસરમાં તે મોટી મોટી પ્રતિમાઓ આવેલી છે. શહેરમાં શ્રાવકોની વસ્તી સારી હોવાથી જેનપુરી જેવો ભાસ થાય છે. હાથી પિળને દરવાજે સગવડવાળી ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com