________________
૧૦૩ જેસલમીર.
હાલમાં જેસલમેરથી થોડેક દુર મેટે કીલે છે, ત્યાં ચઢવાને રસ્તે દશ મીનીટનો છે. અહીંયાં શ્રાવકોની વસ્તી સારી છે. દેરાસર આઠ છે, પ્રતિમા આશરે ૬૦૮ છે. ત્યાં પાર્શ્વનાથની પ્રતિમા મહા પ્રભાવિક અને ચમત્કારીક છે. એક દેરાસર ખેતરવા દૂર છે. દેરાસરજીની બાંધણી ઘણી સુંદર અને ચમત્કારીક છે. અહીં૭૦૦ થી ૨૦૦૦ વર્ષ સુધીની જુની પ્રતિમાઓ છે. ત્યાંના ર્ભોયરામાં ઘણું થાંભલા છે. ત્યાંના લોકો કહે છે કે ત્યાં પુસ્તક ભંડાર છે, તેમાં તાડપત્ર ઉપર લખેલા ગ્રંથો છે.
સંવત ૧૪૬૧ ની સાલમાં રાજસૂરિની પાટે જીતવર્ધનસૂરિ થયા તેઓએ જેસલમેરમાં મુળનાયક ચિંતામાં ણીની બરાબર ક્ષેત્રપાળની મૂર્તિ બેસાડેલી જોઈ વિચાર થયે કે ક્ષેત્રપાળ જીનરાજને સેવક છે. જેથી તે મૂર્તિ ત્યાંથી ઉઠાવી દરવાજા આગળ પધરાવી, તેથી ક્ષેત્રપાલ કોપ કરી જ્યાં ત્યાં આચાર્યની હેલના કરવા લાગ્યા, લેકેને તે વ્યભીચારી છે તેવું બતાવવા લાગ્યો. આચાર્ય ચિતોડ ગયા ત્યાં પણ તેમ કરવાથી લેકની આચાર્ય ઉપરથી શ્રદ્ધા ઉતરી ગઈ, થોડા વખત પછી આચાર્ય ગાંડા થઈ ગયા. જેથી પીપલગામે તેમના કેટલાક શિષ્ય સાથે રહ્યા. પછી સાગરચંદ્ર આચાર્ય આવી બીજા ક્ષેત્રપાળને આરાધી સર્વ સંઘની અનુમતી મંગાવી નવા આચાર્ય સ્થાપન કર્યો. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com