SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બારપવીને માટે જ નથી, પરંતુ કોઈપણ તિથિને માટે છે એટલે જ ચૈત્ર સુદ ૧૩, પોષ સુદ (3) ૧૦, અન્ય કલ્યાણ, વૈશાખ સુદ ૩, ઉપધાનમાળ-તિથિ, વ્રતગ્રહણુનિથિ વગેરે તિથિના ક્ષય વખતે પૂતિથિ પ્રહણ કરાય છે. આ રીતે વૈ શુ ૩ના ક્ષયે શુદ રને દિવસ બીજ પર્વના માટે પણ છે, અને અક્ષયતૃતીયા માટે પણ છે. ત્યાં કઈ વૈ. શુ ને ક્ષય કરી એકમને બીજ અને બીજને ત્રીજ એમ કરતું નથી, તેમ કરાય પણ નહિં, કેમકે-પંચાંગ તે બીજને ઔદયિક બતાવે છે, અને ત્રીજ એ જ દિવસમાં ભેગી આવે છે.” એમ લખ્યું છે તે શાસ્ત્રના આધારે આપી લખી શકેલ નથી, એટલે સ્પષ્ટ છે કેકેવળ ફેંકાફેંક જ કરી છે. તેનું ભ્રમોત્પાદક લખાણ કરવામાં તેમણે આરાધના માટેની દર માસે પરિસંખ્યાત એવી અષ્ટમી આદિ ફરજીઆત પતિથિઓ અને કલ્યાણકો આદિ મરજીઆત પર્વતિથિઓને શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ ઈરાદાપૂર્વક ભદ્રિક જનતાને ભ્રમમાં પાડવા શંભુ મેળે કરવો, તે આરાધકપણું ન ગણુય. મહિનાની બીજ, પાંચમ આદિ તિથિને દરપક્ષે, દરમાસે પરિસંખ્યાત અને પરિણિત હોય છે, તેમ કલ્યાણક વગેરે પર્વતિથિઓ દરપક્ષે-દરમાસે પરિસંખ્યાતપણુ નથી અને પરગણિત પણ નથી, અષ્ટમી આદિ પર્વતિથિઓ દિવસ પ્રતિનિયત છે, એટલું જ નહિ, પરંતુ શ્રાવકને પૌષધાદિથી અને સાધુમહારાજને ઉપવાસ, ચિત્યવંદન વગેરેથી નિયત હાઇને પરિણિત છે, જ્યારે કલ્યાણકાદ પર્વતિથિઓ મુખ્યતાએ માત્ર તપસ્યાથી આરાધ્ય ગણાય છે. અષ્ટમી આદિ અંગે અનારાધન સંબંધમાં પ્રાયશ્ચિત્ત જણવેલ નથી. તથા બીજ, પાંચમ આદિ મહિનાની બાર પર્વતિચિની માફક “એક દિવસે એકજ પવી આરાધવાનું વિધાન' કોઇપણ શાસ્ત્રમાં કલ્યાણકાદિ પર્વતિથિઓ માટે કરવામાં આવેલ નથી.અર્થાત કલ્યાણપર્વતિથિઓ એક દિવસે અનેક પણ આરાધી શકાય છે. એક દિવસે કલ્યાણકપ ઘણાં પણ હોય છે, જ્યારે બારપવમાની કોઈપણ પર્વ એક દિવસે એક જ હોય છે. વળી કલ્યાણક પર્વ સંબંધીના તપને માટે વૃહ દેવેન્દ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034876
Book TitleJain Samaj Savdhan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1957
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy