________________
રીતે સકેત અપાલ જણાતું હોવાથી આ બીજો મણકે પણ પ્રભુ શાસનનાં અહિતનું બીજું પગથિયું લખી શકાય તેમ છે.
(૩) ત્રીજા મણકાના પેજ ૬ ના બીજા પિરામાં શ્રાદ્ધવિધિગ્રંથના નામે જે “ કલ્યાણકોની તિથિઓનો સમાવેશ પણ પર્વતિથિઓમાં કરવાનું છે.” એમ બે વખત લખ્યું છે, તે શાસ્ત્રના નામે જનતાને ભરમાવનારું ઈરાદાપૂર્વકનું અસત્યસેવન છે. જિજ્ઞાસુએ એ અધિકાર શ્રાદ્ધવિધિના પૃષ્ઠ ૨૫૨ ઉપર જોઈ લેવા વિનંતી છે. કલ્યાણકપવઓ એ કાર્યપર્ધીઓ હોવાથી મરજીયાત આરાધવાની હોય છે, અને મહિનાની બાર પર્વીઓ એ કાલપર્ધીઓ હોવાથી ફરજીયાત આરાધવાની હોય છે. કલ્યાણકે એક દિવસે એક-બે–ત્રણ–ચાર પણ આરાધી શકાય છે. જ્યારે બાર પવમાંની કોઇપણ પર્વો એક દિવસે એક જ આરાધવાની હોય છે કલ્યાણાર્થીઓ અને બાર પવીઓ વચ્ચે આટલે મોટો તફાવત છે અને તેથી જ શ્રાદ્ધવિધિકાર તે શું, પરંતુ કોઈપણ શાસ્ત્રકાર તે મરજીયાત ગણાતી પર્વતિથિઓ ફરજીયાત ગણાતી બારટ્વમાં સમાવેશ કરવાનું કહેતા જ નથી. શ્રાદ્ધવિધિમાં તે સ્થળે શ્રી નેમિનાથ પ્રભુએ શ્રી કૃષ્ણ મહારાજને મૌન એકાદશી ઉત્કૃષ્ટી જણાવી છે, તે મૌન એકાદશી પણ બારપવમાંની જ એક પર્વતિથિ છે અને બારેય તિથિ કરતાં તે તિથિએ કલ્યાણક પણ ઘણાં થયા હોવાથી તેને બાર પર્વોમાં વધુ ઉત્કૃષ્ટ કહેલ છે
() તે મણકાના પેજ ૭ ઉપરના પેરા બીજામાં “આ પર્વતિથિએમાં વ્રત-પચ્ચકખાણ વગેરે કરવાથી શુભગતિનું આયુષ્ય બંધાય છે” એમ લખ્યું છે, તે સર્વ શાસ્ત્રથી વિરુદ્ધ છે. શાસ્ત્રકારે કલ્યાણકપ અને અઠ્ઠાઈને આશ્રયીને આયુષ્યને બંધ થતું હોવાનું જણાવતા નથી, પણ મહિનાની બારપર્વને આવીને આયુષ્યને બંધ થત હેવાનું જણાવે છે. કારણ કે-ભાવિ આયુષ્યને બંધ પણ ચાલુ આયુષ્યના ત્રીજ ત્રીજા ભાગે પડે છે અને બારપવમાંની પર્વતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com