________________
૭૭
બીજુ શ્રી જીરાવળા પાર્શ્વનાથજીનું છે. સાધુ સાધ્વીઓ માટેના બે વિશાળ ઉપાશ્રયે છે. તેનું રીપેરીંગ કામ હાલમાં હાથ ધરવામાં આવેલ છે. અને ખાસ સાધ્વીજીઓ માટેના ઉપાશ્રયની આગળની જમીન મુખ્ય રાજ્યમાર્ગ ઉપરની મેળવી લેઈ કેટલુંક તદન નવીન બાંધકામ પાયામાંથી જ શરૂ કરવામાં આવેલ હઈ તે એક ભવ્ય, વિશાળ અને અનેક રીતે ઉપયોગી થઈ પડે તેવું સુશોભીત મકાન તૈયાર થાય તેવી આશા રાખવામાં આવે છે.
ભાવનગરથી ફક્ત બાર માઈલને અંતરે આવેલ ઘા સુધીની પાકી સડક હેવાથી, દીવસમાં ચાર વખત જતીઆવતી નીયમીત મોટર સવીસની અનુકુળતા રહેવાથી યાત્રાળુ ભાઈઓ તેને ઘણું સારી રીતે લાભ લઈ શકે છે. મેટરની ટીકીટના ફક્ત દસ આના રાખવામાં આવેલ છે. વળી યાત્રીક બંધુઓ સુખ સમાધિપૂર્વક–શાંતિથી સેવાપૂજા-દર્શન અને યાત્રાને સારી રીતે લાભ લઈ શકે તે ગણતરોએ જરૂર પુરતી તમામ સગવડ ઉપરાંત શ્રી ગેઘા. જેન સંઘ તરફથી એક વખત ભાતાની સગવડ પુરી પાડતું તલાટી ખાતું છેલ્લા વીસેક વરસથી શરૂ કરવામાં આવેલ છે અને તે સુવ્યસ્થિત રીતે ચાલી રહેલ છે. નજીક નજીકમાં જ દેરાસર ઉપાશ્રય વગેરેની સર્વાશે ઘણી સારી અનુકુળતા હોવાથી સાધુ-સાધ્વીઓનું માસું ભાગ્યે જ ખાલી જાય છે. ગોઘાના હવા-પાણી પણ નિરગી સુખાકારી અને આરોગ્ય વર્ધક ગણાય છે. શ્રી ગોઘા જૈનસંઘને વહીવટ શેઠ કાળા મીઠાના નામથી કરવામાં આવે છે. સંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com