________________
૫૫
અનેક ગણે ફળદાયી થઈ પડશે. પક્ષભેદ કે મત-મતાંતરના કારણે, કાળજૂના દષ્ટિકોણથી, પરંપરાગત રાહ–રશમોને અનુસરી, ઉપગપૂર્વકની વીવેકપૂર્ણ દષ્ટિ કે સારાસાર વિચારવૃત્તિને તીલાંજલી આપી અત્યારે આપણે જે ધરણે દ્રવ્ય અને શક્તિને દુરવ્યય કરી રહ્યા છીએ તે એકદમ સમાજહીત અને લોક કલ્યાણની દષ્ટિએ અટકાવી દેવાની જરૂર છે લોકશાસન તંત્ર પગભર થતું જાય છે–સમાજવાદીઓ અને સામ્યવાદીએ મુડીવાદની સામે પોતાના અડ્ડા જમાવી રહ્યા છે તેવા ક્રાંતિકારી • જમાનામાં ધનપતિએ અને લક્ષ્મીવાનોએ સમજી લેવું જોઈએ કે પિતાની પાસેના સંગ્રહીત દ્રવ્યના તેઓ ખરી રીતે ટ્રસ્ટી એજ છે અને તે દ્રષ્ટિએ તેમની પાસેના દ્રવ્યને દુર્વ્યય આધુનિક સમાજ નભાવી લેવા તૈયાર નથી એટલે તેમણે પિતજ હૃદય પલટો કરી, દાન પ્રવાહની દીશા એકદમ બદલી નાંખી ઉત્તરોતર સમાજ હીતમાં વૃદ્ધિ થાય તે રીતે પિતાના દ્રવ્યને ઉમંગ અને ઉલટભેર સામાજીક કાર્યોમાંજ વાપરવાની તત્પરતા દાખવવી જોઈએ અને સેવાભાવી સામાજીક અગ્રેસરોને પુરેપુરે સાથ અને સહકાર આપવા કટીબદ્ધ થવું જોઈએ. આવા સાથ અને સહકારથી જ સેવામંડળે અને સેવાસદને સામાજીક ઉત્કર્ષના ભગીરથ કાર્યને આગળ ધપાવી શકશે સેવામંડળોના સાચા સમાજ સેવક તાલીમ બદ્ધ સ્વયંસેવકોને–તેમના દળને અનેક સામાજીક કાર્યોમાં વીવેક પૂર્વકની યોગ્ય દોરવણી આપી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com