________________
શક્તિ કે સામર્થ્યને ખ્યાલ રાખ્યા સિવાય–સમાજના સંખ્યા બળમાં ઘટાડો થઈ ગયા છતાં પણ નવા નવા તીર્થો ઉમા કરી, તેની વ્યવસ્થા માટે નવી નવી પેઢીઓની સ્થાપના કરી જૈન સમાજની પિતાના તમામ તીર્થોની રક્ષા કરવાની જવાબદારીમાં બેહદ વધારે કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યને લાંબો વિચાર કર્યા સિવાય આ રીતે પિતાની માન અને કીતિની ભુખને તૃપ્ત કરવામાં આવી છે. પ્રાચીન તીર્થો તો કઈક ભુલાતા જાય છે તેની ખેવના કરવામાં આવી નથી. હાલમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયાજી તીર્થ ઉપરનું ઉદેપુર રાજ્યનું આક્રમણ આપણને અનેક ધા મુંઝાવી રહ્યું છે. તીર્થ ઉપરની વેતામ્બર પક્ષની મુળભુત માલેકીને હક ઉડાડી દેવામાં આવે છે ધ્વજદંડ પ્રકરણમાં વેતામ્બર–દીગમ્બર પક્ષે વકીલો–બારીસ્ટરમાં લાખ રૂપૈયાને ખર્ચ કેસં લડવામાં કર્યો તેના ઉપર પાણી ફેરવી, વરસે સુધી કેસ અભરાઈ ઉપર રાખી મુકી છેવટ શુદ્ધ ન્યાયની હાંસી થાય તેવો ફેંસલે અપાય છે અને કલમના એકજ ઝપટે તીર્થના ભંડારમાંથી રૂપૈયા પંદર લાખની ઉઘાડે છોગે ધોળે દીવસે લુંટ કરવામાં આવી છે. આ વિષયની વિસ્તૃત ચર્ચા અપ્રસ્તુત છે છતાં પણ રાજ્ય સત્તાના આવા આક્રમણે આપણને અનેક બાબતમાં વિચાર કરતા કરી મુકે તેવી સ્થિતિમાં મુકી દીધેલ છે. દેવદ્રવ્યને સંગ્રહ-વૃદ્ધિ અને તેના ઉપયોગ માટેના વલંત પ્રશ્નો પાછા તાજા થયા છે અને સંઘના નેતાઓની આંખે પાછી ખુલી ગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com