________________
વદિ ત્રીજે સવારે સાડાઆઠ વાગે, રાજગમાં અદ્દભુત પ્રકાશ પાથરતો ઉજજવળ દીપક બુઝાયે અને સર્વત્ર શેક અને હાહાકાર છવાયાં મૃત્યુ સમયે અને તે પછી ચોવીસ કલાક પર્યત તે મુખશ્રીપર વિલસતું હાસ્ય અને પ્રકાશ કયાંય ન જણાયેલાં એવાં હતાં, એમ ડેકટરે જણાવે છે. આમ આ મહાપુરૂષની જીવનલીલા સમેટાઈ. હસતે મુખડે મૃત્યુને ભેટનાર આ આત્મામસ્ત અવધૂત વીરકેસરી સુભટ અનંતધામે પરવર્યા અને આજન્મ ગુર્જરીની આરાધના કરનાર, ગુર્જરીને શહીદ, સમર્થ વિદ્વાન યેગી, ગુર્જરી પૂજનમાં જ ખપી ગયે.
તેઓશ્રીનાં અંગલક્ષણે ચમત્કારિક હતાં, કપાળમાં ચંદ્ર, કમર સુધી પહોંચતા આજાનબાહુ (હાથ), હાથપગનાં આંગળીમાં અઢાર ચક, વિશાળ બળવાન સાડાઆઠ મણ વજનને દેહર્યાભ, ભવ્ય મુખમુદ્રા, પહાડી અવાજ, એક સાચા ભેગો તરીકે તેમને વ્યકત કરતાં.
મહાનગચ્છાધિપતિ, આચાર્યો હોવા છતાં, રાજાઓ, ઠાકોરો શ્રીમંત અને વ્યાપારીઓ ભકત હોવા છતાં, તેમણે કિંમતી કપડાં કે કામળ કદી વાપર્યા નથી, પણ આજીવન ખાદી જ વાપરી હતી. કદી પણ અઢેલીને બેઠા નથી, દિવસે નિદ્રા લીધી નથી, મુખવાસ કદી વાપર્યો નથી. સ્ત્રીવર્ગ સાથે પરિચય કે પત્રવ્યવહાર કર્યો નથી. સ્વાદિષ્ટ ભજન નીરસ કર્યા વિના વાપર્યું નથી. એક જ પત્રમાં તમામ આહાર આવે અને વપરાતે. લેખન, વાચન, ધ્યાન, પ્રવાસ, ધર્મચર્ચા અને ઉપદેશ સિવાય અન્ય કાર્યનિંદા, વિકથા કે ડાકડમાલમાં તેઓ કદી પડયા નથી. વિલાયતી દવા કદી વાપરી નથી. સરળ, દંભરહિત, નમ્ર, શાંત, સંપીલું, પ્રેમભર્યું, સાત્વિક ગીજીવન હંમેશાં ગાળ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com