________________
[ ક૬ ] બે વર્ષ જ્ઞાતિ બહાર બહાર રાખી અને રૂા. ૨૦૦૦ બે હજાર દંડના લઈ જ્ઞાતિમાં લેવો. ' (૧૩૦) આવા કિસ્સામાં જે રીતસરની પરવાનગી મેળવ્યા વિના કેઈ શખ્સ એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી પરણવા આવે તો, જે ગામમાં તે પરણવા આવ્યો હેય ત્યાંના મહાજને આ લગ્ન અટકાવીને આગલી કન્યાના ભરણ-પોષણને પાક બંદોબસ્ત કરે અને તેવા કિસ્સામાં દંડની રકમ પણ કન્યાવાળા ગામના તાલુકા મહાજનને લેવાનો અધિકાર છે. અને જે અન્યત્ર આ કીસ્સે બન્યો હશે તે તેવા દંડની રકમ ઉપર તે શન્સ જે તાલુકાને હશે તે તાલુકાની હકુમત રહેશે.
(૧૩૧) કઈ પણ શમ્સ પિતાની પરણેતર સ્ત્રીને લગ્ન કરીને તજી ઘે, ત્રાસ વર્તાવે, કે તેને પીયર કાઢી મૂકે, તે કન્યા પક્ષની તેવી અરજ વર પક્ષના તાલુકા મહાજને સાંભળીને વર તરફનું આવું અનિષ્ટ વર્તન અટકાવવાને ઘટતે બંદોબસ્ત કર. અને જે બાઈની સલામતી જોખમમાં જણાયતે પરણનાર શખ્સ પાસેથી તેની સ્થિતિના પ્રમાણમાં બાઈને ખોરાકી–ષાકી અપાવવાં. અને જે તે પ્રમાણે વર તરફથી ખેરાકી પોષાકી નિયમિત ન મળે તે દેશાવરી મહાજન કમીટી માર્કત તેના વસવાટવાળા મહાજનની સહાનુભૂતિ મેળવીને તે ઠરાવનો અમલ કરાવવા અને તેના માટે યોગ્ય કરવાને મહાજનશ્રી મુખત્યાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com