________________
જના હડા પાસે કુમાર કુંડ બંધાવ્યું હતું. આ ઉપરાંત તીર્થ સેવા માટે ૨૪ ગામને પટે કરી આપે હતે.
૧૧- સં૧૫૧૨ના દુકાળ વખતે હડાળાના શેઠ બીમા દેદરાણીએ જોઈતું અનાજ પુરું પાડેલું; તેથી મહમદશાહે ખુશી થઈને જૈન તીર્થનું રક્ષણ કરવા વચન આપેલું તેથી મુસલમાની ભાંગફેડ હેવા છતાં શ્રી શત્રજયતીર્થનાં મંદિરોને જરાપણ નુકશાની આવી ન હતી. બાદશાહે શ્રી શત્રુંજયના સંઘમાં સહાનુભૂતિ પણ આપી હતી.
૧૨- પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યહીરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી દયાવાન બનેલા દિલ્હીના અકબર બાદશાહે પૂજ્યશ્રીને “જગદ્ગુરુનું માનવંતું બીરુદ આપ્યું હતું, વિશેષ મેગલ શહેનશાહતની અંદર આવેલા શ્રી સિદ્ધાચલજી તીર્થ, શ્રીગિરનારજી તીર્થ શ્રી શિખરજી વગેરે જૈનતીર્થો ઉપર જૈનેની સ્વતંત્રતાને તથા યાવહ્યદ્રદિવાકરી અબાધિત કબજા ભેગવટાને ખરીતે (દસ્તાવેજ) કરી આપ્યા હતા અને ફરમાને શહેનશાહત તાબાના સઘળા મુલકના સુબાઓને મોકલી આપ્યાં હતાં.
૧૩-ત્યારબાદ દિલ્હીની ગાદીએ આવેલ જહાંગીર તથા શાહજહાંન બાદશાહએ પણ એ ફરમાને ફરીથી કરી આપ્યાં હતાં. અમદાવાદના શેઠ શાંતિદાસની શાહી કુટુંબમાં સારી લાગવગ હતી. અકબર બાદશાહ સાથે તેમને એટલે બધો સંબંધ હતું કે શાહજાદા જહાંગીર શાંતિદાસ શેઠને મામા કહેતા હતા. સંવંત ૧૬૮૬માં શાહજહાંન બાદશાહે શ્રી શત્રુંજય તીર્થ, શ્ર, શંખેશ્વરજી; શ્રી કેસરીયા, અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com