________________
(૧૩) માનસિક, વાચિક, કાયિક, પવિત્રતા કેમ રાખવી?
માનસિક પવિત્રતા –તીર્થયાત્રા કરનારા પ્રત્યેક યાત્રિકે એ મનની શુદ્ધિ ખાસ રાખવી જોઈએ. સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા એ જગમતીર્થ છે અને શ્રી શત્રુંજય ગિરનારજી વગેરે સ્થાવર તીર્થો છે, આત્માને સંસાર સમુદ્રથી પાર કરનાર છે એવી મનમાં સચોટ શ્રદ્ધા રાખવી, જેમ બને તેમ વિષય અને કષાયથી નિવૃત બનવું અર્થાત્ વિષય કષાયને વશ ન થવું.
વાચિકે પવિત્રતાઃ-તીથે, તીર્થયાત્રા, સંઘયાત્રા, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના અવર્ણવાદ બોલવા ન જોઈએ તથા ચાર વિકથા ન કરવી કેમકે સ્ત્રીથી એ મેથુન સંજ્ઞાને ઉત્તેજનાર છે. ભજન કથા આહાર સંજ્ઞાને પિષનાર છે, દેશકથા અને રાજકથા એ ભય તથા પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ બનાવનાર છે. પરિણામે દાન, શીલ તપ અને ભાવધર્મનું તીર્થ સ્થાનમાં બરાબર પાલન થઈ શકતુ નથી, માટે વચન ઉપર કાબુ રાખી તીર્થ તીર્થયાત્રા, સંઘ વગેરેના ગુણાનુવાદ કરવા. - કાયિક પવિત્રતાઃ- ભગવાનની પૂજા કરતી વખતે શરીરશુદ્ધિ ખાસ રાખવી જોઈએ, શરીર ઉપર ગુમડા થયા હાય અને રસી ઝરતી હોય, તે ભગવંતની અંગ પૂજા કરવી ન જોઈએ, તેમજ મેલા ફાટેલા કે સાંધેલા- થીગડાવાળ વસ્ત્ર પહેરવા ન જોઈએ ખમીસ, પાટલુન, પહેરીને પણ પૂજા કરવી ન જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com