________________
ભાવનાવાળા એકલી કેરી અનુમોદના કરી બેસી રહેતા નથી પણ શક્તિ અનુસાર અમલમાં મુકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમે શ્રાવક પણ આપવાની ભાવનાથી ખીસ્સામાં હાથ નાખે છે અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખો અને હજારોની રકમ આગળ મારા આ પિસા શા હિસાબમાં. આ બાવનાથી તરબર બનેલા તે ભીમા શ્રાવકને મંત્રીશ્વર પૂછે છે કે કેમ મહાનુભાવ તમારે કાંઈ આપવા ભાવના છે? મંત્રીશ્વરના આ નથી ઉડે નિશ્વાસ નાખી વિચાર સાગરમાં ડુબકી મારતા ભીમા શ્રાવકને ફેર મંત્રીરાજ કહેવા લાગ્યા, આમાં વિચારમાં પડવા જેવું કશું નથી. જેની જેટલી શકિત અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે. વાત્સલ્યભાવના આ વચનથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખીસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢી કહે છે કે આજે કલિયુગમાં કલ્પતરૂ એવા શ્રી સિદ્ધાચલ તીર્થ ની યાત્રા કરી એક રૂપીયાના ફૂલ વડે દાદા શ્રી ઋષભદેવ સ્વામીની પૂજા કરી, તલાટીમાં આવતાં પુણ્યદયથી શ્રી સંઘના દર્શન થયા અને મારી પાસે મુડી–-મિલકત આ ગજવામાં થી નીકળી તે છે. જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી આ સેવકને કૃતાર્થ કરશે. ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખ્યતનું ચાલતું નાણુ સ્વીકારી લઈ વહીમા સૌથી મથાળે (પહેલું) તેનું નામ ચડાવ્યું. આ બનાવથી માટી રકમ ભરાવનાર શ્રીમંત તે વિચારમાં પડી ગયા કે આ શું ! પણ મંત્રીશ્વર ને કોણ કહી શકે છે જેથી એક બીજાના મુખ સામું જુએ છે. વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઈ ક્રહી દે છે કે આ અલ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com