________________
૨૩
શાળામાં ચકરત્ન ઉત્પન થંયું. આથી ભરત મહારાજા વિચારમાં પડ્યા કે પહેલું પૂજન કોનું કરવું? વિચાર કરતા લાગ્યું કે ચરિત્નની પૂજા આ લોકની અદ્ધિ અપાવશે જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેક અને પરલેકની અદ્ધિ અપાવશે. માટે પહેલાં તીર્થકર ભગવાનને કેવળ જ્ઞાન મહોત્સવ કરે.
આ પ્રમાણે નક્કી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુને ઉત્સવ કરી પછી ચકરનનું પૂજન કર્યું. ત્યારબાદ ચકરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા.
ભગવાન ગામેગામ વિચરી અનેક ઈવે પર ઉપકાર કરવા લાગ્યા.
એક વખત આદિનાથ ભગવંત પિતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરહણ કરી રાયણવૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કંપથી પ્રભુનું આગમન જાણી દેવતાઓએ ત્યાં આવી સમવસરણ રચ્યું. સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યાર બાદ શ્રી સિદ્ધગિરિવરનું મહામ્ય સંભળાવી પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા.
શ્રી પુંડરીક ગણધર ભગવંત પાંચ કંડ મુનિવરે સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું. ચિત્ર સુદ પુનમના દિવસે પાંચ ક્રોડ મુનિવરે અને શ્રી પુંડરીકસ્વામીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તે જ દિવસે બધા મેલસુખ પામ્યા. ત્યાર પછી આ તીર્થ પ્રસિદ્ધ થયું.
ત્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com