________________
૧૨૮ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસરાવી પણ મુનિએ કહ્યું કે તેમનું ખાતું નથી. સેમચંદશેઠની નજર હુંડી ઉપર પડેલા આંસુ ઉપર પડી. અક્ષરો પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી.
થોડા દિવસ પછી સેમચંદ શેઠનું નામ લેતા કે મહે માન આવ્યા. શેઠ આડતિયા ધારી પિતાને ઘેર લઈ ગયા, જોખમ ગાડીમાંથી ઉતરાવી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત, નીકળતા શેઠને કહ્યું કે “તમારા રુપીયા વ્યાજ સાથે લઈ ખાતુ ચુકતે કરે.”
શેઠને આશ્ચર્ય થયું કે “સેના રૂપીયા, સેની વાત, મહેમાને યાદી આપી હુંડીની વાત કરી, આપે હૂંડી સ્વીકારી, મારી લાજ રાખી હતી.
સોમચંદશેઠે કહ્યું કે એ રૂપીયાનો જમે ખર્ચ નંખાઈ ગયે છે; સંકટમાં આવેલા સાધમિને સહાય કરવી તે મારી ફરજ હતી, માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહિ, સવચંદશેઠે ખૂબ આગ્રહ કરવા લાગ્યા. બને રૂપીયા લેવાની ના પાડે છે. હવે શું કરવું !
છેવટે નકકી કરવામાં આવ્યું કે “આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રી શંત્રુજ્ય ઉપર મંદિર બંધાવવું. ” શત્રુજ્ય ઉપર ઉંચામાં ઉંચી ટુંક બાંધવામાં આવી.
આ રીતે આ સુખની ટુંકનું નિર્માણ થયું, તેને. સવા-સોમની ટુંક કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com