________________
૧ ૨૨ રાયણ પાદુકાનાં દર્શન કરી ચોથું ચૈત્યવંદન કરવું. તેની બાજુમાં સર્ષ–મયુરની આકૃતિઓ છે, જે તીર્થની . સાનિધ્યમાં જાતિવેરનો ત્યાગ કરી અનશન કર્યાનાં સૂચક છે.
ત્યાર પછી આગળના દેરાસરમાં નમિ, વિનમિ શ્રી અષભદેવ પાસે રાજ્યની માગણી કરતા હોય તેવા દેખાવની પ્રતિમાઓ જોડે ભરતેશ્વર, તથા બાહુબળીજી અને બ્રાહ્મી સુંદરી, વીરા મેરા ગજ થકી ઉતરે ના દેખાવની મૂર્તિ છે, ત્યાંથી આગળ ગોખલામાં વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે જેને જમાડવાથી ૮૪૦૦૦ મહાત્માઓને સૂઝત આહાર આપ્યા જેટલું ફળ મળે ). ચૌદરત્ન સમાન. ચૌદ પ્રતિમાજીના દેરાસરનાં દર્શન કરી ભમતીમાં દર્શન કરતા કરતા શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરમાં આવવું, ત્યાં દર્શન કરી પાંચમું મૈત્યવંદન કરવું.
ચિત્યવંદન પાંચ નીચે મુજબ પણ કરાય છે. - (૧) જયતલાટી. (૨) શ્રી શાંતિનાથ ભગવાન, (૩) રાયણપાદુકા, (૪) શ્રી પુંડરીકસ્વામીજી અને (૫) શ્રી દાદાનું એમ પાંચ ચૈત્યવંદને સમજવાં, દરેક રીત્યવંદન–સ્તવન–થાય વગેરે ચોથા વિભાગમાં આપવામાં આવેલ છે. સૂત્રો જય તલાટીનાં ચૈત્યવંદન સાથે આપેલા છે, ત્યાંથી જોઈને બધે. ઠેકાણે ચૈત્યવંદને કરવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com