________________
દશમા ૮૧ અગીયારમા ૭૬ બારમા ૬૬ તેરમા ૫૭ ચૌદમા ૫૦
૧૨૦ પંદરમા ૪૩ વીસમા ૧૮ સોળમા ૩૬ એકવીસમાં ૧૭
૩૫ બાવીસમાં ૧૧ અઢારમા ૩૩ તેવીસમાં ૧૦ ઓગણીસમા ૨૮ ચોવીસમાં ૧૧
સત્ત૨માં
કુલ ૧૪પર આગળ ચાલતાં શ્રી આદીશ્વરજીનું દેરાસર (જેને કેટલાકે શ્રી સીમંધરસ્વામીજી કહે છે) તેના દર્શન કરવા, આ પહેલી પ્રદક્ષિણા થઈ.
બીજી પ્રદક્ષિણ નવા આદીશ્વર ભગવાન કે જે મૂળનાયકજીની નાસિકા વિજળ પડવાથી જ્યારે ખંડિત થઈ હતી ત્યારે તેમને સ્થાને પધરાવવા માટે આ નવા આદીશ્વર ભગવાન, કાઉસ ગીઆ, અને રાયણ પગલા નવાં ભરાવવામાં આવ્યા હતા. પણ દાદાની મૂર્તિ ઉત્થાપવા જતાં “મા” કારને અવાજ થયો અધિષ્ઠાયકે રજા ન આપી, ઉદ્ધાર સુધી નહિ ઉઠાવવાનું જણાવ્યાથી દાદાની પ્રતિમા કાયમ રાખવામાં આવી અને આ નવા આદીશ્વર ભગવાનની વસ્તુપાળના દહેરાસરમાં ગયા સૈકામાં સુરતવાળા તારાચંદ સંઘવીએ પ્રતિષ્ઠા કરાવી છે, એ દેરાસરથી બીજી પ્રદક્ષિણ શરુ કરવી. નવા શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન કરી બહાર નીકળી સાંકડી ગલીમાં દર્શન કરતાં આરસના સુંદર રૂપર્વત ઉપર ચામુખજીનાં દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com