________________
(૩) આવશ્યક સૂચનાઓ
૧. શ્રી ગિરિરાજની યાત્રા કરવા જનારે ધર્મશાળાએથી પગે ચાલીને રસ્તામાં પગલા, જિનમંદિર આવતાં હોય ત્યાં ઓછામાં ઓછું “નમે જિણાણું' કહેતાં તળાટીએ આવવું.
: : ૨. તળાટીએ શ્રી ગિરિરાજ સન્મુખ ચૈત્યવંદન કરી ગિરિરાજ ઉપર ચઢતા ડાબી તથા જમણી બાજુ આવતા પગલાના દર્શન કરી, બાબુના દહેરાસરે દર્શનાદિ કરી વગે” આવતાં પગલાના દર્શન કરતા કરતા દાદાના દરબાર સુધી જવું. વચ્ચે કયા કયા પગલા આવે છે, તે આના પછી જણાવેલ છે; તે ખાસ વાંચી જવું.
૩. રસ્તામાં જયણાપૂર્વક ચાલવું.
૪. સાંસારિક વાતચીત કે ઠઠ્ઠ મશ્કરી કરવી નહિ, બની શકે તે મનમાં શ્રી નવકાર મંત્ર અથવા શ્રી યુગાદિનાથાય કે શ્રી સિદ્ધગિરિવરાય નમઃ” ગણતા જવું.
પ. ગિરિરાજ ઉપર ઘણો પવન હોય ત્યારે કપડા વ્યવસ્થિત રાખવા અંગ ઉઘાડુ થઈ ન જાય. તેને ખાસ ખ્યાલ રાખવે.
૬. ગિરિરાજના નીચેથી માંડી છેક ઉપર સુધીના કેઈ પણ ભાગમાં થુંક બળ, લીટ નાખવું નહિ, તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com