________________
આખરે શેઠ રત્ન, તેની પત્ની પવિની અને સુત કેમલ એ ત્રણે તે સરત પાળવા અર્થે રહી, શેકે ગમે તેમ સમજાવી સંઘને યાત્રા કરવા રવાના કર્યો.
પેલે પ્રેત સંઘપતિને મહાનાદ કરી એક ગુફામાં લઈ ગયે, જયારે તેની સ્ત્રી તથા પુત્રે કાર્યોત્સર્ગ ધ્યાન ધર્યું, અને મનમાં સંકલ્પ કર્યો કે, જયારે સંઘપતિ આ કણથી છુટશે, ત્યારે અમે અન્નપાન લઈશુ. આવે સમે રૈવત પર્વત પર સાત ક્ષેત્રપાલ આબાદેવીને વાંદવા જતા હતા, તેમણે આ ઉત્પાદ સાંભળે. અને અંબાદેવીને વિનવ્યાં કે આ શું છે?-દેવીએ કેયાન ધરી જોતાં જગ્યું કે, કઈ મહાપુરૂષને કઈ દુષ્ટ ઉપદ્રવ કરે છે, એટલે
તે સાતે ક્ષેત્રપાળને સાથે લઈ પ્રેતના સ્થાનકે આવ્યાં. નારી અને કુમારને ધ્યાનસ્થ જોઈ દિલમાં કપાભાવ-ભક્તિભાવ જાગે. પ્રેતને કહુ કે, હું નેમિ પાસે વસું છું, અને આ મારે સહધમી છે તેને મુક્ત કર, અગર તે મારી સાથે યુદ્ધ કર. બંને વચ્ચે ચુત થયું. તેમાં પ્રેતને પિતાના પગ નીચે પરી નાંખે, અને ઘણે અફાળે. આખરે તે પ્રેતે પિતાની માયા સંવરી પોતે અસલ દીવ્ય કંચન કાયા ધરી, વૈમાનિક દેવ તરીકે પ્રકટ થયે. સાવવીપર પુષ્પવૃષ્ટિ કરી, તે કહેવા લાગ્યું, હે વ્યવહારી ! તને અને તારી સ્ત્રી તથા પુત્રને ધન્ય છે. તે ગુરૂમુખે જે નિયમ લીધું હતું, તે મરણાંતક કષ્ટ પડતાં છતાં પાજે. તારા સાહસનું પારખું લેવાજ મેં આ સર્વ કીધું હતું.” પછી તે દેવતા
લોક સિધાવ્યું, અબાદિક નિજસ્થાનકે ગયાં, અને સંઘપતિએ સંઘ સાથે ગિરિનાર પર્વત પર જઇ નેમિનાથનાં દર્શન કર્યા. માલનું ના કરતાં વિસ્મયકારક વાત એ બની કે, લેપમય બિંબ હતું તે ગળી ગયું. આથી રત્ન સંઘવી ખિન્ન થયે, અને પિતાની કંઈક અશાતના થઈ હશે તેથી તેમ બન્યું હશે, એમ ગણી પિતાને ધિક ગણવા લાગ્યું. પછી તેણે ભાષા લીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com