________________
પાંચમા ગણધર પાટે બેઠા. શ્રી સુધર્માસ્વામી પછી જંબુસ્વામી, જંબૂ પછી કેવલજ્ઞાન વિછેદ ગયું. તેથી લોકને વિષે એક અંધારું થયું. તે વાર પછી શ્રી પ્રભવસ્વામી, શ્રી સિર્જભવ આદિ દેઈ બાવીસ પાટ લગી તરત માર્ગે ચાલ્યા. ત્રેવીસમી પાટે શ્રી આર્ય સાધુ થયા, જેમણે પન્નવણ ઉર્યો. પૂર્વમાંહિથી તે વાર પછી છપાટ લગે ચૌદ પૂર્વ રહ્યા અને વેર સ્વામી લગે દશ પૂર્વ રહ્યાં. તે વાર પછી પૂર્વ વિછેદ ગયાં. વરસ ૧૦૦૦ જગમાંહિ બીજું અંધારું થયું. પછી કેટલેક કાળે દેવર્ધિક્ષમા શ્રમણ ચારિત્રિયાએ અલ્પધારણા જાણી સિદ્ધાંત પુસ્તક લખ્યું. હવે કાળને અવસરે બાર વરસી એક દુકાળ પડયો. અન્ન દુર્લભ થયું. પછી ઉત્તમ ઋષિ હતા તેણે સંથારા કીધા અને ભ્રષ્ટાચારી રહ્યા તેણે કંદમૂળ પત્રાદિક ભક્ષી રહ્યા. તે કાલે ચંદ્રગછ વ્યવહારીયા ધનાઢય હતા. તેને ધાન અને ધનને અંત આવ્યો. પછી વિષ ભક્ષવા લાગ્યો. તે વારે ગુરૂએ જાણ્યું. પછી કહ્યું અમે તમને જીવવાનો ઉપાય કહીએ. જે તમે ચાર પુત્ર મુઝને આપ, શેઠે કહ્યું આપીશું. પછી કહ્યું. આજથકી સાતમે દિને ધાનનું વહાણ આવશે, તેમજ થયું. ચાર પુત્ર લેઈ વેશ પહેરાવ્યો. તેથી ચિત્રવાલાદિ ચાર ગચ્છની સ્થાપના થઈ ગુરૂએ નિમિત્ત ભાખ્યું હતું તે દક્ષિણ સમુદ્ર ટુકડા ભણી વાહણે જુવાર આવી. જુવારે જુગ ઉર્યો. તે જુવારીનું નામ ત્યાંથી દેવાણું જુવારી. પહેલું આચારાંગે, બીજું નામ દીધું છે, પછે સાધુ ભ્રષ્ટાચારી રહ્યા હતા તે દક્ષિણ દિશાએ આવ્યા. ચંદ્રગુપ્ત રાજાના સ્વપ્નાં, વ્યવહાર સૂત્રની ચૂલિકા મધ્યે કહ્યા છે. તે લખીએ છીએ. દક્ષિણ દિશામાં ધર્મ રહેશે તથા કુમતિ કરી ડાંડા સાહી નાચશે. ચેઈની સ્થાપના કરશે. તેહના દ્રવ્યના આહાર કરશે. ભાલારેપણ કરશે. ઉજમણું કરશે. રાતિજગાદિક કરશે. ચારવર્ણ માંહિ વાણીયાને કુળ ધર્મ હશે. સૂત્રની રૂચિ અલ્પ મનુષ્યને હશે. ઈત્યાદિ ૧૬ સુપન વિચાર લખીયે છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com