________________
ઉત્તર-નારદને આદર ન દીધે તે વેળા તે નિયાણું ભેગકાળે આવ્યું છે. તે માટે સમકિતદષ્ટિયું હોય, પણ પહેલાં સમદષ્ટિ જણાતી નથી. ઈતિ ઉત્તર કે ૯ મે વળી અહીં કોઈ કહેશે કે જે દ્રૌપદીએ નારદને અસંજય અવિરય, ઇત્યાદિ કહ્યા માટે સમકિતદષ્ટિ નહિ. યથા ભગવતી શતક ૧૮ માં ઉદ્દેશા ૮ માં ભગવંત ગૌતમસ્વામીને અન્ય તીર્થીએ કહ્યું છે; તુમેણું અજઝો તિવિહંતિવિહેણું, અસંયમ, અવિનય ઇત્યાદિ બોલ કહ્યા છે. તથા ભાગવતી શતક ૮ મે ઉદેશે ૭ મે અન્ય તીર્થીએ સ્થવિર ભગવંતને તિવિહુતિવિહેણું અસંજય ઈત્યાદિ કહેલ છે. તે અસંજય
અવિરય કહ્યા માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિણું કેમ ? ઇતિ પ્રશ્ન-અથ ઉત્તર -જે દ્રૌપદી તે વેળા મિથ્યાત્વદષ્ટિણું હોય તો મિથ્યાત્વી તાપસને અસંજય અવિરય ઈત્યાદિક કેમ કહે ? મિથ્યાત્વી મિથ્યાત્વીને અસંજય ન કહે. સ્વયંમતિને કેઈ હણ ન કહે. અને અન્ય તીર્થીએ ગૌતમ સ્વામીને અસંજતી કહ્યા તે અન્ય તીર્થી મિથ્યાદષ્ટિ માટે અને દ્રૌપદી સમકિત દૃષ્ટિ માટે નારદ મિથ્યાત્વીને અસંયતિ કહ્યો. એટલે સમકિત દૃષ્ટિ, મિથ્યાવીને અસંયતિ કહે અને મિથ્યાત્વી સમકિતદષ્ટિને અસંયતિ કહે. માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિ છે. હવે સમાહાર જવાબ કહીએ છીએ. એક નામ શ્રાવક સૂત્રે નથી અને પાંચ ભરતાર શ્રાવિકાને કેમ કહીએ ? ત્રણ વ્યવસાય કહ્યા છે. ઠાણુગે, તે ધર્મ વ્યવસાય, તે સાધુજીને, ધર્મધર્મ વ્યવસાય મનુષ્ય તીર્થંચને, જે ભણી અનુવ્રત પાળે તે માટે, અને વળી અધર્મ વ્યવસાય તે દેવતાદિ ૨૨ દંડક મળે. તો દેવતા અધર્મ વ્યવસાયે, તેહને ભળાવી તે માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિણી નહિ. નિયાણું ભોગવ્યા પહેલા ધર્મઉદય ન આવે. સૂરિયાભ અવિરતી છે તેહને ભળાવી છે. તો જણાય છે કે તે શ્રાવિકા નથી અને જ્યારે પરણી ત્યારે ભામાંસ સામટાં કેળવ્યાં છે તે તે શ્રાવકને ત્રસ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com