________________
એવા પ્રકારને ઉપદેશ ન જ આપી શકે. માટે શુદ્ધ આચાર વિચારવાળા જૈન સાધુને
એવા પ્રકારનો ઉપદેશ આપે છાજે જ નહિ. પ્રશ્ન–કઈ એમ કહે કે એકેન્દ્રિયની અપેક્ષાએ
પંચેન્દ્રિયની પુન્યાઇ અનંતગણી વધારે છે તે પછી પંચેન્દ્રિયના પોષણ માટે એકેન્દ્રિયની હિંસા થાય તે કાર્યમાં સાધુ ધર્મ પ્રરૂપે
તે શું વધે? ‘ઉતર–એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની પુન્યાઇમાં
અનંત ગણે ફેર છે તે તેની ઇન્દ્રિઓની અપેક્ષા એ છે પરંતુ અસંખ્યાત પ્રદેશ જીવ જે મનુષ્યમાં છે તે જ કીડીમાં છે અને તે જ એકેન્દ્રિયમાં છે અને વેદના પણ જેવી મનુષ્યને મારવાથી થાય છે તેવીજ કીડીને થાય છે અને તેવી જ એકે
ન્દ્રિય વગેરે જેને થાય છે. વેદના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોને સરખી થાય છે તે બાબતને સૂત્રને દાખલ કહે છે,
શ્રી આચારગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામીએ શ્રીમહાવીર ભગવાનને પૂછયું છે કે હે પ્રભુ! પૃથ્વીકાય જીવને આંખ, કાન, નાક, મેં કાંઈ નથી તેમજ સુખદુઃખનું જ્ઞાન પણ નથી ત્યારે એ જીને વેદના શી રીતે થતી હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com