________________
૪૭
નગરના અનેક ધનિક શ્રાવકે તેમજ દેવરાજપુર, કયાસપુર, બહિરામપુર, મલિકપુર પ્રકૃતિ અનેક સ્થાનેના રાજવÍ તથા નાગરિક તમામ ગ્રૂડના પ્રબળ અનુરોધથી અનેક લબ્ધિસંપન્ન પરમ પ્રભાવક આચાર્ય મહદયે પ્રતિષ્ઠા વ્રતગ્રહણ માલારોપણાદિ પૂર્વ સૂચિત નન્દી મહોત્સવ વિસ્તારથી કર્યા.
ઉપર્યુકત કાર્યક્રમમાં રાણુકકેટ તથા કયાસપુરીય વિધિ ચૈત્યના મૂળનાયક યોગ્ય યુગાદિ જિનના બે બિમ્બ તથા અને કે પાષાણ તથા પિત્તલમય પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ તેમજ ભાવમૂર્તિ, ઉદયમૂતિ, વિજયમૂતિ હેમમૂતિ, ભદ્રમૂતિ, હર્ષભૂતિ મેઘમૂતિઓ, પદ્મભૂતિ વિગેરે ૯ મુનિએ અને કુલધર્મા, વિનયધર્મા, તથા શીલધર્મા, નામક ત્રણ આર્યાઓની ભાગવતી દીક્ષાઓ થઈ એજ શુભ પ્રસંગે ૭૭ શ્રાવિકાઓ માળા ગ્રહણ કરી પિતાને કૃતકૃત્ય માનવા લાગી. વિપુલ શ્રાવકસમુદાયે પણ પરિગ્રહ પરિમાણદિવસે ગ્રહણ કર્યા.
સિધુ જેવા અનાર્યપ્રાય દેશમાં પણ સૂરિજીના આગમન અને ઉચ્ચ શ્રેણીની ઔપદેશિક શૈલીને એ સચોટ પ્રભાવ પડે કે ત્યાં એક સર્વથા નૂતન પ્રકારનું અધ્યાત્મિક વાયુ મંડળ તૈયાર થઈ ગયું, કહેવાનું તાત્પર્ય કે મરૂભૂમિને પણ એમની વાણીએ લીલી છમ બનાવી દીધી.
૧ આ મતિઓમાંની એક ધાતુપ્રતિમા બિકાનેરના ચિન્તામણિ મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષિત છે. જેના પર આ પ્રમાણે લેખ છે.
. संवत १३८४ माघसुदि ५ श्रीजिनकुशलसूरिभिः श्रीआदि. नाथर्वित्र प्रतिष्ठितं कारितं च सा० सोमण पुत्र सा० लाखण 'श्रावकेन भातहरिपाब्युतेन ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com