________________
સમયે દિલ્લીનાઠ૦ વિજયસિંહ પણ પૂર્વોલિખિત શિક્ષા યુક્ત પદવ્યવસ્થાપત્ર લઈ પાટણ આવ્યા. પાટણમાં અત્યારે કઈ જુદે જ રંગ જામ્યું હતું જ્યાં જુઓ ત્યાં આનંદ વિલીન લેકસમૂહ દષ્ટિગોચર થતે હતે. ખરેખર પુણ્યવાન આત્માઓને જ્યાં નિવાસ હોય છે ત્યાં જન્મદુઃખી પણ પિતાના દુઃખને ક્ષણવાર માટે વીસરી જાય છે. (અનુવાદકના જીવનમાં આ પંકિત સેળ આના ઊતરી છે.) એ પવિત્ર આત્માઓને અતુલનીય પ્રભાવ છે.
ચારે તરફના સંઘો એકત્ર થયા જાણું રાજેંદ્રચંદ્રાચાર્ય મહામહોપાધ્યાય વિવેકસમુદ્રગણિ, પ્રવર્તક જયવલ્લભગણિ હમસેનગણિ, વાચનાચાર્ય હેમભૂષણ આદિ ૩૩ મુનિઓ અને
જયદ્ધિ મહત્તરા, પ્રવર્તિની બુદ્ધિસમૃધ્ધિ ગણિની, પ્રવર્તિની પ્રિયદર્શના આદિ ત્રેવીસ આર્યાએ આદિ સમસ્ત શ્રીસંઘ સન્મુખ પ્રવર્તક જયવલ્લભગણિ અને ઠ૦ વિજ્યસિંહદ્વારા પ્રાપ્ત સ્વર્ગીય શ્રીજિનચંદ્રસૂરિજીના આજ્ઞાપત્ર વાંચી સંભળાવ્યા. - ૧ એમની દીક્ષા સં૦ ૧૩૨૪ માર્ગશીર્ષ દ્વિતીયા શનિવારના રોજે જાલોરમાં શ્રીજિનેશ્વરસૂરિજીના વરદ હસ્તે થઈ, સંવત ૧૩૬૧ બીજા વૈશાખવદિ ૧૦ ના રોજ સમિયાણ(ગઢસિવાણા)માં શ્રીજિનચંદ્રસુરિજીએ વાચક પદ આપ્યું, શ્રીજિનકુશલસુરિજીએ સંવત ૧૩૭૮ માઘસુદિ ના દિવસે ભીમપલ્લીમાં આપને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા.
૨ આપ ઠ હાંસિલ પુત્ર દેહાના નાના ભાઈ ઠ. વિરદેવની પુત્રી હતાં, સંવત ૧૩૪૨ વૈશાખ સુદી ૧૦ ને જાલોરનાં મહાવીરમૈત્યમાં શ્રીજિનચંદ્રસુરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, નામ રત્નમંજરી પાડયુ, સ. ૧૩૬૮ શ્રા. વ. ૧ લગભગ ભીમપલીમાં ઉપયુંકત આચાર્યવર્ય જિનચંદ્રસૂરિજીએ મહત્તરા૫દ આપી જયદ્ધિ નામ રાખ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com