________________
જ્યારે સ્વાથ્યમાં થોડો ઘણે ફેરફાર થયે એટલે રણ માલદેવે આપેલ નિમંત્રણનું ધ્યાન રાખી મેડતા તરફ વિહાર લંબાવ્યો અને ક્રમશઃ ત્યાં પહોંચી ૨૪દિવસની સ્થિરતા કર્યા બાદ કોશવાણા પધાર્યા. અહીં વિક્રમ સંવત ૧૩૭૬ આષાઢ સુદિ ને દિવસે દેઢ પહાર રાત્રિ વ્યતીત થયા બાદ અનશન આરાધના પૂર્વક આ અસાર સંસારથી સદાને માટે વિનશ્વરશીલ ભૌતિક શરીરની અપેક્ષાએ વિદાય લીધી.
એમના સ્વર્ગવાસથી શ્રીસંઘમાં બહૂજ ગમગીન વાતાવરણ બન્યું ભક્ત શ્રાવક શ્રાવિકાઓને ઘણું જ દુખ થયું, એવા સર્વગુણસમ્પન્ન આચાર્યને વિરહ કયા ભકત પુરુષને ન સાલે? પરંતુ કાળચક આગળ કઈ શું કરી શકે ? જેટલું આયુષ્ય છે એ પૂરું થયા બાદ મોટા સાષિમુનિઓ તીર્થકર મહારાજાઓ પણ વધારી શકતા નથી તે પછી બીજા સાધારણ માણસનું તે કહેવું જ શું ? શ્રીસંઘની હાદિક ભક્તિ ગુરુમહારાજ પર અગાધ હતી અતઃ એમની ચિર સ્મૃતિ માટે સ્થાનીય શ્રીસંઘે એક સુંદર સ્તૂપ બનાવરાવી પ્રતિષ્ઠિત કરાવ્યો. - ત્યાર પછી કેશવાણામાં ચાતુર્માસ રહેલા શ્રીજયવલ્લભગણિ પણ ચાતુર્માસ બાદ સૂરિજીપ્રદત્ત આચાર્ય પદ વિષયક પત્ર લઈ વિહાર કરી ભીમપલ્લી રાજેંદ્રચંદ્રાચાર્ય પાસે આવ્યા.
૧ આ ગામ પાલણપુર એજન્સીના ડીસા કેમ્પથી ૧૬ માઈલ પશ્ચિમ દિશામાં આવેલ છે જે અત્યારે ભીલડી તરીકે વિખ્યાત છે. વિશેષ પરિચય પ્રાપ્ત કરવા માટે જે યુગ” ૧૮૮૫–૮૬ ભાદ્રપદ કાર્તિક અંકમાં મુનિરાજ શ્રી કલ્યાણ વિજયજીને “ભીમપલી અને જન તીર્થ રામસેન્ય” નામક નિબંધ જેવા વિનંતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com