________________
સહેવાં પડશે, માટે અત્યારે એ વિચારને છડી સુખ પૂર્વક ઘરમાં રહે. તારાથી તે મને ઘણું ઘણું આશાઓ છે. કેઈ સુલક્ષણસમ્પન્ના-કન્યાને પુત્ર વધૂના રૂપમાં જોવાની મારી ઉત્કંઠા છે. ઉપરનાં શબ્દોમાં માતૃહૃદયની વાસ્તવિકતા પ્રકટ થાય છે. ખરેખર સર્વસાધારણતયા પ્રત્યેક નાગરિક સ્ત્રીની પિતાના જીવનમાં મોટામાં મોટી બે જ અભિલાષાઓ હોય છે. “એક તે કન્યા ઘરમાં આવે અને બીજી જમાઈ તેરણ વિધે”
પાઠકો ! જરા વિચાર તે કરો કે આ નાની વયના બાળકની આત્મકલ્યાણકર માર્ગમાં જોડાવાની કેટલી તીવ્ર મન કામના છે? સારી રીતે જે આપણે વિચાર કરશું તે જણાશે કે બાળક અને માતા બન્નેને ઉદેશ તે સુખપ્રાપ્તિ જ હતે પણ બાળકનું ધ્યેય માતાની અપેક્ષાએ વિશેષ વ્યાપક હતું, એટલે કે સ્થાયી સુખની પ્રાપ્તિ માટે હતું.
માતાના મેહયુક્ત વચનો સાંભળી કરમણકુમારે પોતાને સુદઢ નિશ્ચય આ શબ્દમાં વ્યક્ત કર્યો-“માતાજી!આ સંસારમાં કેણુ કોનું છે? બધાયે સ્વાર્થનાં સંગી છે. ઘણીવાર આ કૌટુમ્બિક સંબંધ પ્રાપ્ત કરી આત્માની ઉન્નતિને બદલે સંસારનીજ વૃદ્ધિ કરી છે. માટે હવે એવા સંબંધમાં મારી લેશમાત્ર પણ આસ્થા નથી. હું તે ભવભવમાં એકાન્ત હિતકારી ભાગવતી પ્રવજ્યાનેજ સ્વીકાર કરી આત્મકલ્યાણ કરીશ. જે સમય અત્યારે વ્યતીત થઇ રહ્યો છે તે પાછે આવનાર નથી. આયુષ્ય તે ક્ષણક્ષણમાં ઘટી રહ્યું છે. કેણ જાણે કાલે શું થશે ? માટે કૃપા કરીને શીઘ્રતાથી અનુમતી આપે” પુત્રના આત્મકલ્યાણાર્થે આવા નિશ્ચયાત્મક વચનેથી માતાની ઈચ્છા ન હોવા છતાં પણ આજ્ઞા આપવી જ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com