________________
( ૩ ). કરીએ ? વડના વૃક્ષ મોટી મોટી વડવાઈઓ રૂપ જટાને ધારણ કરે–એવા પ્રકારની કરણ કરવાવાળાના વખાણ તેના રાગી ઓ ભલે કરે પણ કર્તા કહે છે કે–એવી બધી તાપસાદિકની કરણી માત્ર અજ્ઞાનકણરૂપ હોવાથી તે બીલકુલ ગણતીમાં આવતી નથી. અર્થાત્ તેનું યંગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. ૪૨
છાંડકે કુસંગત સુસંગથી સનેહ કીજે, ગુણ ગ્રહી લીજે અવગુણ દ્રષ્ટિ ટારકે; ભેદજ્ઞાન પાયા જોગ જવાલા કરી ભિન્ન કીજે, કનક ઉપલકું વિવેક ખાર ડારકે. જ્ઞાની જે મિલે તે જ્ઞાનધ્યાનો વિચાર કરજે, મિલે જે અજ્ઞાની તે રહીજે મૌન ધારકે; ચિદાનંદ તત્ત્વ એહી આતમ વિચાર કીજે. અંતર સકલ પરમાદ ભાવ ગાકે. ૪૩
અર્થ હે ભવ્ય ! કુસંગતિ તજી દઈને સત્સંગી સજજન સાથે નેહ કરીએ અને અવગુણ દષ્ટિ દૂર કરીને કેઈના પણ ગુણેને ગ્રહણ કરીએ. જ્યારે ભેદજ્ઞાન પામ્યા ત્યારે હવે સુવર્ણના અથી જેમ ક્ષાર મૂકીને કનક અને પથ્થરને જૂદા પાડે છે તેમ વિવેકરૂપ ક્ષાર મૂકી, ગરૂપી જવાળા પ્રગટાવીને આત્મા સાથે મળેલા કર્મોને છુટા પાડી દઈએ. જે કોઈ જ્ઞાની મળે તે તેની સાથે જ્ઞાન ધ્યાનની વાત કરીએ અને જે અજ્ઞાની મળે તે મૈનપણું ધારણ કરીએ. ચિદાનંદ મહારાજ કહે છે કે-અંતરમાં રહેલા સર્વ પ્રમાદભાવને ગાળી દઈને આત્મા સંબંધી વિચાર કર-એજ ખરૂં તવ છેરહસ્ય છે. ૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com