________________
દિવસ વ્રત પાળવામાં જ તત્પર થઈને સાંસારિક વિષય ભેગથી વિરક્ત રહેવા લાગ્યા. એમ જોઇને તેના પિતા વિગેરેએ તેને વિટ પુરૂષની ગાષ્ટિ કરાવી. બાળવયમાં થયેલા કુસંસર્ગથી તે પ્રમાદમાં પડી ગયો. રાજકુમારની સાથે મિત્રાઈ કરી, તેણે રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવા માંડયાં, કંદર્પ ચેછાદિક કરવા લાગ્યું અને અપધ્યાનાદિકમાં રક્ત થયે.. એકદા કેઇની સાથે સજકથા કરતા કરતા તેણે એવો વિચાર જણાવ્યો કે આપણે મિત્ર રાજકુમાર તેના વૃદ્ધ પિતાને હણીને શીધ્ર રાજ્ય કેમ ગ્રહણ કરતો નથી? આ વાત ચર પુરૂષ દ્વારા મંત્રીના જાણવામાં આવી તેથી તેણે રાજાને કહી. રાજાએ તત્કાળ તેને બાંધી લાવવા હુકમ કર્યો. રાજપુરૂએ તેને બાંધી લાવીને રાજાના હુકમથી બંદીખાનામાં નાંખે અને તેના કુટુંબની અનેક પ્રકારની વિડંબના કરીને તેમની સમક્ષ તે વણિક પુત્રને હણી નાંખે.
દુખાપણે મરણ પામેલે તે સેન પહેલી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં એક ભવ કરી ભાંડના કુળમાં ઉત્પન્ન થયે, ત્યાં કંદર્પ હાસ્ય ચેષ્ટાદિમાં જ ભવ પૂરે કરી મરણ પામીને વ્યંતર શે. ત્યાંથી એવીને તું આ ભવમાં પુરોહિત પુત્ર થયો છે. પૂર્વ ભવના અનર્થ દંડના અભ્યાસથી હે ચિત્રગુપ્ત! આ ભવમાં પણ તું કેલિપ્રિય થયે છે, પરંતુ તે સર્વ અનર્થ દંડના કારણ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com