________________
માધનભૂત કાછ, મંત્ર મૂળ, આષધ (ગર્ભશાતન વિગેરે કરનાર) ઇત્યાદિક વસ્તુઓ ઘણું જીવોને ઘાત થવાના હેતુભૂત છે, તે દાક્ષિણ્યાદિ કારણ વિના બીજાને દેવી અથવા દેવરાવવી તે હિંસપ્રદાન.
૪ નાહવું, ઉવટણું કરવું, પીંઠી ચળવી, વિલેપન કરવું, વૅણ વીણા વિગેરેના અથવા નાયકાઓના શબ્દો (ગીત) સાંભળવા, સ્ત્રીઓના રૂપ જોવા, રસ વૃદ્ધિના હેતુભૂત અનેક પ્રકારના રસનું આસ્વાદન કરવું, સુગંધી પુષ્પાદિકને ઉપભોગ લે અને ઉપલક્ષણથી પાંચ પ્રકારના મદ્યાદિ પ્રમાદ સેવવા તે સર્વ પ્રમાદાચરિત. તેમાં અંગ ભેગાદિકમાં એના ઉપયોગના પદાથા ઉઘાડા મૂકવા, જેથી તેમાં પડવાથી અનેક જીવોને વિનાશ થાય તે સર્વ પ્રમાદાચરિત સમજવું.
ઉપર પ્રમાણેના ચારે પ્રકારના અનર્થ દંડને યથાશક્તિ ત્યાગ કરવો તે આઠમું વ્રત છે, તેના પાંચ અતિચાર આ પ્રમાણે–
૧ મેહપાદક હાસ્ય કરવું તે ૨ હાસ્યજનક નેત્રાદિકની ચેષ્ટા કરવી તે, ૩ અસંબદ્ધ બહુ વાચાળપણું કરવું તે. ૪ અધિકારણે વાહન વિગેરે તૈયાર કરીને રાખવા તે. (જેથી લેવા આવનાર સહેલાઈએ લઈ જઈ શકે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com