________________
( ૭ )
મુનિની પાસે સાતમું વ્ર અંગીકાર કર્યું. પછી તે મુનિને નમીને મેધ શેઠ પરિવાર સાથે પોતાને ઘરે આવ્યો અને મુનિએ અન્યત્ર વિહાર કર્યો. કેટલાક કાળ વ્યતિક્રમ્યા પછી અનંત ભવના અભ્યાસિત પ્રમાદના યોગથી, સાધુ અને સાધર્મિકના સંસર્ગના અભાવથી અને ભારે કમપણથી દેવકી અને સુપ્રત્યે પૂજા અનુષ્ઠાનમાં અને વિરતિપણુમાં ઘણું શિથિલપણું કર્યું. તેમની શિથિલતા જઇને મેઘ શેઠે તે બન્નેને બહુ પ્રકારે કહ્યું-“અરે! તમે પ્રમાદી કેમ થાએ છે? વિષ ખાવું સારું, વિરીને પરાભવ સહન કર સારે, પરંતુ અનંત દુ:ખને આપનાર વ્રતભંગ સારે નહીં.” આ પ્રમાણે વારંવાર શીખામણ આપ્યા છતાં પણ તેઓ તો તેવાજ પ્રમાદી રહ્યા, તેથી શેઠે તેમને કહેવું છેડી દીધું અને પોતે વિશેષ પ્રકારે ધર્મારાધન કરવા લાગ્યા. શેઠને વિશેષ પ્રકારે ધર્મ કરતા જોઈને તેમની ઈર્ષાથી તે બન્ને ઉલટા વિશેષ રીતે પ્રસાદનું સેવન કરવા લાગ્યા. તે જોઈને શેઠ ગ્રહવાસથી પણ વિરક્ત થઈ ગયા,
પછી કાંઇક બળ ગ્રહણ કરીને તીર્થ યાત્રાને મિષ લઈ મેઘ શ્રેણી ઘરમાંથી નીકળ્યા અને તીર્થ ભૂમિકાને નમતા સતા પૃથ્વી પર ભમવા લાગ્યા. શેઠ ઘરમાંથી નીક
ન્યા પછી દેવકી અને સુપ્રભ તદન નિરંકુશ થઈ ગયા. તેથી ધનાધ થઈને તેમણે તદન વ્રતને ભંગ કર્યો; સર્વર યતના રહિત વર્તવા લાગ્યા અને ખરકર્મ (કર્મદાનાદ) માં પ્રવૃત્ત થયા. અન્યતા ઘરમાંથી સાર સાર વસ્તુઓ ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com