________________
આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાત કહીને તે કુમાર ર્ષિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. શુદ્ધ ચારિત્રને પાળતાં
અવધિજ્ઞાને ઉત્પન્ન કરીને ફરતાં ફરતાં દેવપાળ મુનિ પાછા માર્કદી પૂરિએ પધાર્યા. તેમને આવેલા જાણુને શિવભૂતિ કંદને લઈને ત્યાં આવ્યું અને રાજા વિગેરે પણ વંદના કરવા આવ્યા. સિા તે રાજર્ષિને નમસ્કાર કરીને પાસે બેઠા. એવામાં ત્યાં કઈ પુરૂષ ગાઢ લાકડીને વળગીને માંડ માંડ ચાલતો ગુરૂ પાસે આવ્યો અને ગુરૂને નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે પૂછયું-“હે પ્રભુ! ધોવાવસ્થામાં પણ મને ગતિનો ભંગ કેમ પ્રાપ્ત થયે?’ ગુરૂ બાલ્યા- આજ ભરતક્ષેત્રમાં કાલિંજર પવૅતના નજીક પ્રદેશમાં રહેનારે તું વિશ્વદેવ નામે ભરવાડ હતો.
એકદા તું ગાયો ચારવા ગયા હતા, તેવામાં પર્વતના નિકું • જમાં એક ઋષિને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભેલા તેં દીઠા. તેથી તું ભય પામીને ત્યાંથી શીવ્ર તારા ગામમાં જતો રહ્યો. બીજે દિવસે પણ તેવાજ નિશ્ચળ તેમને ઉભેલા જોઈ
હીને ભાગી આવ્યો, ત્રીજે દિવસે પણ ભાગી આવ્યો; પછી ધીમે ધીમે પાસે જતાં કેઈ સાધુ ઉભેલા એમ ખાત્રી થવાથી તે તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- તમે નિત્ય આમ નિશ્ચપણે કેમ ઉભા રહે છે ?' મુનિ બોલ્યા- હે પુરૂષ! મુનિને પણ કાર્ય ન હોય ત્યારે સંલિનતા ( અંગોપાંગ સંકેચીને સ્થિર રહેવું તેજ ) શ્રેષ્ઠ છે, તો પછી તપાવેલા લેટાના ગાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com