________________
(૫૮ ) ભતિએ તરતજ નવકાર મંત્ર સંભળાવ્યો એટલે કુમાર તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને તે જ વખત ફ્લેશની જેમ કેશને પાંચ મુષ્ટિ વડે ઉખેડી નાંખીને તેણે ચારિત્ર ધારણ કર્યું. દેવતાએ મુનિને વેષ અર્પણ કર્યો. ત્યાર પછી ગુફામાંથી કેસરીસિંહની જેમ રાજભુવનમાંથી નીકળી તે લઘુ રાજા મહા પુંડરીક નામના ઉદ્યાનમાં જઈને સ્થિત થયા. રાજાએ તે વૃત્તાંત જાણ એટલે પરીવાર સહિત તે ઉદ્યાનમાં આવ્યો અને કુમારને નમસ્કાર કર્યો. શોકના બહુલપણાથી કુમા રને કાંઇ પણ તે પૂછી શકે નહીં, તેથી ત્યાંથી પાછા વળી રાજા રાજભુવનમાં આવ્યો. રાજાના ગયા પછી ઉલ્ફસાયમાન ભક્તિના સમૂહથી રોમાંચરૂપ કંચુકવાળા થયેલા શિવભૂતિએ તેને નમસ્કાર કરીને વ્રત ગ્રહણનું કારણ પૂછ્યું,
કુમાર બેલ્યા - પુર્વે આજ નગરમાં સિંધુદત્ત નામના શ્રેષ્ઠીને નંદન નામે પુત્ર યો હતો. પુત્ર ત્રણ ભાસને થયું એટલે તેને દાંત આવ્યા. તે જોઇને એણીએ ચમત્કાર પામી કેઈક નિમિત્તિયાને તેનું ફળફળ પૂછ્યું, નિમિત્તિયે કહ્યું -“પહેલા મહિનામાં દાંત આવે તો તે કળને હણે છે, બીજે મહિને દાંત આવે તો તે પિતાને હણે છે, ત્રીજે મહિને દાંત આવે તે તે પિતાને કે પિતામહને હણે છે, એથે મહિને દાંત આવે તો તે બંધુને હણે છે, પાંચમે મહિને દાંત આવે તો તે શ્રેષ્ઠ હાથી, ઘડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com