________________
(૩) હતા અને શું ઉપાર્જન કરી આવ્યા? * મદનદ રાજાને નમીને કહ્યું-“હે રાજન ! હું બહુ દેશમાં ભમ્યો, ઘણું આશ્ચર્યા જેમાં અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. ઉપરાંત આ નક્ષત્રની શ્રેણી જેવો એકાવળી હાર ત્રણે વિશ્વમાં મનહર એ મને પ્રાપ્ત થયું છે. ” રાજાએ કહ્યું-“એ હાર કયાંથી પ્રાપ્ત કર્યો તે વાત કહે,” મદનદત્ત બેલ્યો“હે દેવ ! આ નગરમાંથી નીકળ્યાં પછી હું ઘણું પૃથ્વી ભ, અનુક્રમે હૃદિક નાની એવીમાં પહોંચ્યો મધ્યાહુ કાળ ચા એટલે મને ઘણું તૃષા લાગી, તેથી જળને શોધવા તે આટવીમાં આમ તેમ ફરવા લાગ્યો. કરતાં કરતાં એક સ્થાનકે દેવતાઓથી પરવારેલા ઇંદ્રની જેમ કે મુનિસમૂહથી પરવારેલા અને શેષનાગની જેમ ક્ષમા ના આધારભૂત એક આચાર્ય ભગવંતને સમવસરેલા દીઠા,
તે મુનિરાજની પર્ષદામાં બેઠેલા અનેક દેવામાં એક દેવતા આ મહા શ્રેષ્ઠ એકાવળી હારને ધારણ કરીને પિતાની દેવી સહિત બેઠેલે હતામુનિ મહારાજ દેશના દેતા હતા, તેથી હું પણ દેશના સાંભળવા બેઠે. અમૃતના વર્ષાદ જેવી તેમની દેશના સાંભળીને તત્કાલ દુ:ખે છેદી શકાય તેવી મારી બંને પ્રકારની તૃષા ૨ છેદ પામી. પછી દેશના
૧. શેષનાગ પક્ષે ક્ષમા એટલે પૃથ્વી, મુનિ પક્ષે ક્ષમા. ૨ દ્રવ્યતૃષા (પાણીનીપા ) અને ભાવતૃષા ( દ્રવ્યાદિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com