________________
ચરિતાવળી ભાગ રજો.
વિભાગ ૨ જે.
(સમકિત ઉપર) નરવને રાજાની કથા,
સમ્યકત્વની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે સમજવી. દર્શન મોહનીય કર્મના પક્ષમાદિક વડે ઉત્પન્ન થયેલા અરિહંત કથિત તવશ્રદ્ધાન રૂપ શુભ આત્માના પરિણામ તે સમ્યકત્વ જાણવું. તેના ગુણ વિગેરે નરવર્મા રાજાની કથાથી સમજી લેવા.
* આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મગધ દેશને વિષે શેભાડે સર્વ નગરીને જીતનારી વિજયવતી નામની નગરી છે. ત્યાં નરેની શ્રેણીઓ જેના ચરણમાં નમસ્કાર કરી રહેલ છે એ નરવર્મા નામે રાજા છે. તેને અતિ રૂપવંત રતિસુંદરી નામે પટરાણું છે, બળે કરીને વાસુદેવ જે હરિદત્ત નામે પુત્ર છે અને સર્વ ગુણ મંત્રને જાણનાર મહિસાગર નામે મુખ્ય મંત્રી છે. પ્રાય સામ્રાજ્યવાળા રાજ્યને પાળતા નરવર્મ રાજા એકદ સભા ભરી બેઠે છે, તેવામાં સભામાં બેઠેલા સભાસદોમાં ધર્મ સંબંધી વાતે આ પ્રમાણે ચાલી-એકે કહ્યું- દક્ષિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com