________________
(૧૫) અગ્યારમા પિષધેપવાસ વણ ઉપર
બ્રહ્મસેનની કથા.
ધર્મની જે પુષ્ટિ કરે તેને પૈષધ કહીએ, તે અષ્ટમી વિગેરે પર્વ દિવસેએ અવશ્ય કરે તેવા પિષધને વિષે જે વસવું તે “પષધોપવાસ” કહીએ. તે આહારાદિ ચાર પ્રકારે છે; અને તે ચારના પણ દેશથી અને સર્વથી એમ બે બે ભેદ છે, તે આ પ્રમાણે દેશથી એકાશનાદિ પ્રત્યા
ખ્યાન કરવું તે દેશથી આહાર પિષધ અને ચારે આહારને આઠ પહેર પર્યંત ત્યાગ કરે તે સર્વથી આહાર પિષધ. એજ રીતે શરીરસત્કાર પિષધ, બહાચર્ય પૈષધ અને અવ્યાપાર પૈષધને માટે પણ સમજી લેવું પૈષધ લેવાની વિધિ પૈષધ પ્રકરણથી જાણું લેવી. આ વ્રતના પાંચ અતિચાર છે તે આ પ્રમાણે–
૧ કબળાદિકના સંથારાની ઉપર ચક્ષુવડે જોયા વિના અથવા બરાબર જોયા વિના બેસવું તે પ્રથમ અતિચાર,
૨ કંબળાદિકના સંથારાની ઉપર રજોહરણાદિવડે પ્રમાર્યા વિના અથવા બરાબર માર્યા વિના બેસવું તે બીજે અતિચાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com