________________
તમે દુર્જનોના મનોરથ પૂરશે. અથવા બીજું કાંઈ નહીં તો અમારું વચનજ તમે એકવાર માને, કેમકે આખા નગરમાં અમારું વાક્ય કોઈ ઉલ્લ ધન ન કરે તેવા અમે પ્રતિષ્ઠિત છીએ અને તમારે તે વિશેષ રીતે માનનીય છીએ.”
આ પ્રમાણે બંનેના માતાપિતાએ ઘણું સમજાવ્યા, પણ જેમ મદિરાપાન કર્યું હોય તેમ તે બંનેએ કાંઈપણ માન્યું નહીં; તેથી તેઓ પાછા પિતપતાને ઘરે ગયા. અનુક્રમે એ વૃત્તાંત રાજાના જાણવામાં આવ્યું. એટલે તેણે પોતાના છડીદાર સાથે કહેરાવ્યું- “ જો શ્રેણીપુત્ર! આ તમારી કેવી લડાઈ અને આગ્રહ છે ? અરે ! પિતાની લક્ષ્મીથી મદોન્મત્ત થયેલા મૂખ ! તમે કેમ સમજતા નથી અને તમારા માતપિતાનું તથા નગરજનેનું કહેવું કેમ માનતા નથી? તમને સૈએ સમજાવ્યા છતાં તમે પિતપોતાના રથ પાછા ફેરવીને પોતપોતાને ધરે કેમ જતા નથી? કેમકે તમે ઘરમાં બેસીને ગરવ કરનારા છે ! કદી તમને એમ કરવું ઠીક ન લાગતું હોય તો શીધ્ર પોતપોતાના રથમાંથી ઉતરી દેશાંતરમાં જાઓ અને પુષ્કળ દ્રવ્ય મેળવીને પાછા અહીં આવે. એ પ્રમાણે દ્રવ્ય ઉ. પાર્જન કરીને જે આવતા વર્ષની અનંગ ત્રયોદશીને દિવસે સ્વભુપાર્જિત દ્રવ્યવડે યાચકસમૂહના મનોરથને અત્યંત પૂર્ણ કરશે તેને રથ સર્વત્ર અખલિતપણે કરશે; બીજાને રથ તે પાછો વાળશે, »
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com