________________
૯
દેરાસરના ઉદ્ધાર કરનારાઓને સૂચના. (લેખક-મણીલાલ ખુશાલચંદ મુ. પાલણપુર) જીર્ણ દહેરાસરોને ઉદ્ધાર કરવો એટલે જે જગ્યાએ ભાગ્યે તૂટયું હોય વિગેરે દુરસ્ત કરાવવું એવો અર્થ છે તેને બદલે આજકાલ ઘણા ભાઈઓ દહેરાસરોનું જુનું કામ મજબુત હોવા છતાં ભપકાદાર દેખાવ, હરીફાઈ અથવા સફાઈને માટે જીર્ણોદ્ધારને નામે માટે ખર્ચા કરી મૂળથી નવા બનાવે છે તેમાં પણ જે ભાઈઓ જાણકાર તથા વગવાળા હોય છે તે તો ગમે તેમ કરી તેને પહેચી વળે છે પણ ઘણું ભાઈઓને તો તે કામને અનુંભવ ન હોવાથી વિચાર કર્યા વગર અથવા જાણીતાની સલાહ લીધા વિના ફકત સલાટેની સલાહ મુજબ જ કામ શરૂ કરે છે ને પછી ધાર્યા કરતાં વધુ ખર્ચો થઈ જાય છે અને પિસા પિતાની પાસે ન હેવાથી ટેપ કરવા છતાં પુરા પૈસા ન થવાથી ઘણું ઠેકાણે અધુરા રહી ગયેલ કામ બગડતાં જોવાય છે, સંભળાય છે. - ઘણાં પ્રકારના માંગણું વધવાથી ટીપ ભરવા તરફ લેકની શ્રદ્ધા ન રહેવાથી ટીપો ઘણું જ મુશીબત અને મહેનત વેઠવા છતાં પણ પુરી થતી નથી. તે અંગે નીચે મુજબ સુધારા થવાની ખાસ જરૂરત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com